ભારત આજે બપોરે 2.35 વાગ્યે ચંદ્રયાન-3 લોન્ચ કરશે. જે ISROનું ત્રીજુ ચંદ્ર મીશન હશે.

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ આ સિદ્ધિ મેળવનારો ચોથો દેશ બનશે.

જોકે આ સાથે તમારે આ મીશન સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ્સ વાચી લેવા જોઈએ.

1) ભારતનું ચંદ્રયાન એક મહિના બાદ ચંદ્ર પર લેન્ડ કરશે, આ તારીખ 23 ઓગસ્ટ નક્કી કરવામાં વી છે. 

2)  લેન્ડિંગ બાદ તે ચંદ્ર પર એક લુનાર ડે એટલે ચંદ્ર દિવસ સુધી કામ કરશે. એક ચંદ્ર દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર છે.

3) આ સ્પેસક્રાફ્ટને GSLV Mark 3  હેવી લિફ્ટ વેહિકલ દ્વારા લોન્ચ કરવામાં આવશે. 

4) આ વેહિકલ એટલે કે રોકેટની હાઈટ 43.5 મીટર છે અને તેનો ડાયામીટર 4 મીટર છે. 

જ્યારે આ રોકેટનું વજન 640 ટન છે. જે તેને 8000 કિલો વજનના પેલોડને પૃથ્વીના નીચલા અંતરીક્ષમાં લઈ જવા સક્ષમ બનાવે છે.

5) ISRO એ આ મીશનમાં કેટલીક ખાસ વ્યવસ્થા કરી છે કે કોઈ કોમ્પોનન્ટ્સ ફેલ જાય તો પણ યાન લેન્ડ થઈ શકશે.

આ ઉપરાંત સેન્સર માલફંક્શન, એન્જીન બ્રેકડાઉન, અલ્ગોરિઝધમિક ગ્લિચ દરમિયાન પણ આ ઈમર્જન્સી વ્યવસ્થા કામ કરશે.

6) ચંદ્રયાન-2 દરમિયાન સ્પેસક્રાફ્ટ ચંદ્રની ધરતી પર પહોંચ્યું ત્યારે જ ISRO નો કોન્ટેક્ટ તૂટી ગયો હતો.