MBAનું ફૂલફોર્મ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે, જ્યારે MCAએ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ છે.
MBA કોર્સ 2 વર્ષનો છે. જ્યારે ઈન્ટર્નશિપ સહિત MCA પૂર્ણ કરવામાં 2.5થી 3 વર્ષનો સમય લાગે છે.
MBA બિઝનેસ મેનેજમેન્ટ, ફાઇનાન્સ, માર્કેટિંગ, હ્યુમન રિસોર્સ પર ફોકસ કરે છે, જ્યારે MCA કમ્પ્યુટર એપ્લિકેશન્સ, સોફ્ટવેર, ડેટાબેઝ અને નેટવર્કિંગ પર ફોકસ કરે છે.
કોઈપણ વિષયમાં સ્નાતક પછી MBAમાં પ્રવેશ લઈ શકો છો, પરંતુ MCA માટે તમારે BCA, B.Sc (કમ્પ્યુટર સાયન્સ) પાસ કરેલ હોવું જોઈએ.
MBA પાસઆઉટનો સરેરાશ વાર્ષિક પગાર રૂ. 8-12 લાખ હોય છે, જ્યારે MCA પાસઆઉટનો સરેરાશ વાર્ષિક પગાર રૂ. 6-10 લાખ હોય છે.
એમબીએની ફી પ્રતિવર્ષ 2-5 લાખ રૂપિયા જેટલી થાય છે. જ્યારે એમસીએની દર વર્ષની આશરે રૂ. 1-3 લાખ ફી થાય છે.
એમબીએ કર્યા પછી, કારકિર્દીની તકો વિવિધ ક્ષેત્રમાં રહેલી છે, પરંતુ એમસીએ લોકોને ફક્ત આઇટી અને સોફ્ટવેર ઉદ્યોગમાં જ નોકરી આપે છે.
એમબીએ કરીને તમે સિનિયર મેનેજમેન્ટમાં તમારું ભવિષ્ય બનાવી શકો છો, જ્યારે એમસીએ કરીને તમે સોફ્ટવેર ડેવલપર, આઈટી કન્સલ્ટન્ટ, ડેટા સાયન્ટિસ્ટ બની શકો છો.
એમબીએમાં, બિઝનેસ મેનેજમેન્ટ અને એકાઉન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એમસીએમાં કમ્પ્યુટર એપ્લિકેશન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટાબેઝ અને નેટવર્કિંગ પર આધારીત હોય છે.