રૂપિયા ડબલ કરવા હોય તો આ સરકારી સ્કીમમાં કરી દો રોકાણ

કિસાન વિકાસ પત્ર એક નિશ્ચિત વ્યાજવાળી નાની બચત યોજના છે. જેમાં રોકાણને સરળતાથી સમજી શકાય તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે. 

આમાં રોકાણ કરનારા લોકોને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે અને મેચ્યોરિટીના સમયે રૂપિયા બમણાં થઈને મળે છે.

રોકાણકારોએ રોકાણની વધારે ગણતરી કરવી પડતી નથી અને તેમને ખબર પડી જાય છે કે, કેટલા સમયમાં તેમના રૂપિયા બમણાં થઈ જશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ યોજનાનું લક્ષ્ય છે કે, સામાન્ય લોકોની વચ્ચે, જોખમ વિના લાંબા સમય સુધી રોકાણને પ્રોત્સાહિત કરી શકાય અને વદારેમાં વધારે લોકો તેમના ભવિષ્ય માટે રકમ ઊભી કરી શકે.

કિસાન વિકાસ પત્રમાં તમારા રોકાણને ડબલ થવામાં કેટલો સમય લાગે છે, તો તમારા રોકાણના વ્યાજ દર પર નિર્ભર કરે છે. 

લેટેસ્ટ અપડેટ અનુસાર, KVP માટે વ્યાજ દર 7.5 ટકા છે અને આ દર પર રૂપિયા લગભગ 115 મહિના (9 વર્ષ અને 7 મહિના)માં ડબલ થઈ જશે. 

કિસાન વિકાસ પત્ર પ્રમાણપત્ર કોઈપણ પોસ્ટ ઓફિસ અને બેંકોમાંથી પ્રાપ્ત કરી શકાય છે. 

કિસાન વિકાસ પત્ર ભારત સરકાર દ્વારા સમર્થિત છે, એટલા માટે આમાં રોકાણ કરવું સુરક્ષિત છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.