બિહારના ગોપાલગંજ જિલ્લાના બોપતપુરા ગામની છે નાગ-નાગણની પ્રેમ કહાની
એક વ્યક્તિ સ્યાહી નદીના કિનારે માછલી પકડવા ગયો હતો.
તેની જાળમાં ભૂલથી એક નાગણ ફસાઈ ગઈ, તો નાગ તેના બચાવવા પહોંચી ગયો.
નાગે નાગણને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ નાગ પણ એ જાળમાં ફસાઈ ગયો.
જાળમાંથી બહાર નીકળવાના પ્રયત્નમાં નાગણનું મોત થયું ગયુ ત્યાર બાદ નાગે પણ પોતાનો જીવ આપી દીધો
નાગ અને નાગણની આ સત્ય ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા.
આ ઘટના બાદ આખા ગામમાં નાગ - નાગણની પ્રેમ કહાનીની ચર્ચા થવા લાગી.
લોકો કહે છે - ભલે અમુક લોકો પ્રેમની ભાષા નથી સમજતા, પરંતુ જાનવર સમજે છે.
વિજ્ઞાન અને સર્પ નિષ્ણાતો કહે છે કે, ઇચ્છાધારી નાગ-નાગનું ચરિત્ર કાલ્પિનક છે.