ભોજનથી કરો નવગ્રહોની શાંતિ

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, કઇ વસ્તુઓના સેવનથી તમે કયા ગ્રહોને અનુકૂળ બનાવી શકો છો.

ચાલો તમને જણાવીએ કે કયા ગ્રહથી શુભ ફળની પ્રાપ્તિ માટે ભોજનમાં કયો આહાર સામેલ કરવો જોઇએ.

સૂર્ય ગ્રહ : સૂર્ય ગ્રહની અનુકૂળતા માટે તમારે તમારા આહારમાં ઘઉં, ગોળ અને કેરી વગેરે સામેલ કરવા જોઇએ.

ચંદ્ર ગ્રહ : કુંડળીમાં ચંદ્રમાની અનુકૂળતા માટે તમારે આહારમાં શેરડી, સાકર, દૂધ સામેલ કરવા જોઇએ.

મંગળ ગ્રહ : મંગળથી શુભ ફળોની પ્રાપ્તિ માટે આહારમાં ગોળ, લાલ મસૂરની દાળ, દાડમ, જઉં અને મધનો ઉપયોગ કરો.

બુધ ગ્રહ : તમારે લીલા વટાણા, લીલી શાકભાજી, લીલી દાળ, જુવાર વગેરે તમારા આહારમાં સામેલ કરવા જોઇએ.

ગુરુ ગ્રહ : ગુરુ ગ્રહની શુભતા માટે ચણા, ચણાની દાળ, બેસન, મકાઇ, હળદર,વગેરેને તમારા આહારમાં સામેલ કરવાથી લાભ થશે.

શુક્ર ગ્રહ :  તમારા ભોજનમાં ત્રિફળા, તજ, કમળકાકડી, મિશરી, મીળો અને  સલગમ વગેરે સામેલ કરવા જોઇએ.

શનિ ગ્રહ : તમારે કાળી અડદ, કાળા મરી, લવિંગ, તમાલપત્ર, સંચળ અને અથાણાનો ઉપયોગ કરવો જોઇએ.

રાહુ-કેતુ : રાહુ-કેતુના અશુભ પ્રભાવને દૂર કરવા માટે તમારે આહારમાં અડદ, તલ અને સરસિયાના તેલનો ઉપયોગ કરો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)