ડેનિશ પાવરના આઈપીઓને રોકાણકારો તરફથી શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. હવે રોકાણકારોની નજર લિસ્ટિંગ પર છે.
કંપનીનો આઈપીઓ 3 દિવસોની ઓપનિંગ દરમિયાન 126.65 ગણો સબ્સક્રાઈબ કરવામાં આવ્યો હતો.
ડેનિશ પાવર આઈપીઓ 22 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન રોકાણ માટે ઓપન થયો હતો. રિટેલ કેટેગરીમાં 79.88 ગણું સબ્સક્રિપ્શન પ્રાપ્ત થયું હતું.
જ્યારે, ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ કેટેગરીમાં 104.72 ગણું સબ્સક્રિપ્સન મળ્યું હતું. બિન સંસ્થાકીય રોકાણકારોની કેટેગરીમાં 275.92 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું.
કંપનીએ આઈપીઓ માટે 360-380 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો હતો. કંપની તરફથી 300 શેરોનો એક લોટ નક્કી કરવામાં આવ્યો હતો.
IPOwatch.inના અનુસાર, ગ્રે માર્કેટમાં આ આઈપીઓ આજે 260 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.
જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો ડેનિશ પાવર શેરબજારમાં 65 ટકાથી વધારેના પ્રીમિયમ પર ડેબ્યૂ કરી શકે છે.
જાણકારી અનુસાર, કંપનીનો આઈપીઓ 29 ઓક્ટોબરના રોજ ધનતેરસના દિવસે લિસ્ટ થઈ શકે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.