1 શેરના 10 ટુકડાં કરી રહી છે ફાર્મા કંપની, નોંધી લો રેકોર્ડ ડેટ
ફાર્મા કંપની સુદર્શન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ સ્ટોક સ્પ્લિટ કરવા જઈ રહી છે.
કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 ઈક્વિટી શેરને 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 10 ઈક્વિટી શેરમાં તોડવાનો નિર્ણય કર્યો છે.
આ સ્ટોક સ્પ્લિટ માટે પહેલા 18 નવેમ્બર 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી હતી, જેને હવે રિવાઈઝ કરીને 23 નવેમ્બર 2024 કરી દેવામાં આવી છે.
કંપનીની માર્કેટ કેપ 970 કરોડ રૂપિયાથી વધારે છે. ગત 6 મહિનામાં શેરે 470 ટકાનું રિટર્ન આપ્યું છે.
1 સપ્તાહમાં શેરની કિંમત લગભગ 12 ટકા વધી છે. સુદર્શન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝમાં સપ્ટેમ્બર 2024ના અંત સુધી પ્રમોટર્સની પાસે 57.39 ટકા હિસ્સેદારી હતી.
કંપનીનો 50.10 કરોડ રૂપિયાનો આઈપીઓ માર્ચ 2023માં આવ્યો હતો. 22 માર્ચ 2023ના રોજ શેરોનું લિસ્ટિંગ બીએસઈ એસએમઈ પર થયુ હતુ.
બીએસઈ પર લિસ્ટિંગ ડે પર શેરની ક્લોઝિંગ પ્રાઈસ 69.35 રૂપિયા હતી. ત્યારથી લઈને હજુ સુધી શેર 484 ટકા મજબૂત થયા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.