સસ્તા દરે હોમ લોન આપતી બેંકોનું લિસ્ટ

આરબીઆઈ દ્વારા રેપોરેટમાં કરવામાં આવેલા ફેરફારની અસર બેંકોના વ્યાજ દર પર થાય છે. 

જ્યારે હોમ લોન જેવી મોટી લોનની ચૂકવણી માટે વધારે રકમના કારણે સમય લાંબો થઈ જાય છે. 

એવામાં જો તમે હોમ લોન લેવા માંગો છો, તો બધી બેંકોના વ્યાજ દરોની તુલના કરવી જરૂરી છે. 

આવો જાણીએ એવી 5 બેંકો વિશે જે સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે.

HDFC બેંક હોમ લોન પર ન્યૂનતમ 8.45 ટકા અને મહત્તમ 9.85 વ્યાજ દર ઓફર કરી રહી છે.

ઈન્ડસઈન્ડ બેંક હોમ લોન પર ન્યૂનતમ 8.5 ટકા અને મહત્તમ 9.75 વ્યાજ દર ઓફર કરી રહી છે.

પંજાબ નેશનલ બેંક હોમ લોન પર ન્યૂનતમ 9.25 ટકા અને મહત્તમ 8.6 વ્યાજ દર ઓફર કરી રહી છે.

ઈન્ડિયન બેંકનો રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) 9.20 ટકા છે. તેનો લઘુત્તમ વ્યાજ દર 8.5 ટકા અને મહત્તમ વ્યાજ દર 9.9 ટકા છે.

બેંક ઓફ મહારાષ્ટ્રનો રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) 9.30 ટકા છે. તેનો લઘુત્તમ વ્યાજ દર 8.6 ટકા અને મહત્તમ વ્યાજ દર 10.3 ટકા છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.