ચોમાસામાં વાવેતર બાદ કીટકો હેરાન કરે છે? અપનાવો આ સચોટ ઉપાય

એક સૂત્ર છે, 'વૃક્ષો વાવો, વરસાદ લાવો.' તેથી, લોકો ચોમાસામાં વૃક્ષો અને રોપાનું વાવેતર કરે છે. 

જેથી, તે જમીન સાથે જલ્દીથી ચોંટી જાય અને ચોમાસાની ઋતુમાં તેનો ગ્રોથ પણ વધુ થાય.

પરંતુ, આ રોપા વાવ્યા પ।છી આપણને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. 

જેમ કે રોપામાં રોગ લાગી જવો, કીટકોથી નુકસાન થવાજેવી ઘણી સમસ્યાઓ આવે છે.

ત્યારે આ સમસ્યાઓથી કેવી રીતે બચવું અંગે આજે અમે આપને જણાવીશું.

રોપામાં મોટાભાગે મોલો કીટક ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

જે નાના પોચા શરીરવાળા લંબગોળ આકારના અને કાળી, પીળી અને લીલી એમ ત્રણ પ્રકારના કિટકો જોવા મળે છે.

જે બાગાયતી પાકો તેમજ રોપાઓમાં પાનની નીચેની સપાટી પર અથવા ડાળી પર બેસીને રસ ચુસી જાય છે અને નુકસાન કરે છે.

જ્યારે અન્ય કિડક તડતડીયા કીટક લીલા ફાચર આકારના હોય છે.

આ બચ્ચાં પાંખ વગરના હોય છે અને તે ત્રાંસા ચાલે છે. 

આ કીટકો પણ પાનમાંથી રસ ચુસી લે છે. જેના કારણે છોડની વૃદ્ધી થતી નથી.

સફેદ માખી કીટકની પાંખો સફેદ અને પીળી હોય છે. બચ્ચા કોશેટા બન્ને લંબગોળ આકારના ભીંગડા જેવા ચપટી કાળાશ પડતાઅને વાળની ઝાલરવાળા હોય છે. 

જે નર્સરીના છોડમાં રોગ ફેલાવે છે. થ્રીપ્સ ફીક્કા પીળા રંગનું આ કીટક નર્સરીના છોડ, ગુલાબ, લીંબુ અને અન્ય બાગાયતી અને શાકભાજીનાં પાકમાંથી રસ ચૂસી લે છે.

જો કીટકોનો વધુ ઉપદ્રવમાં થાય તો છોડની વૃદ્ધિ થતી નથી અને નુકસાન જાય છે.

ત્યારે આ કીટકોના નિયંત્રણ માટે કોઈપણ એકશોષક પ્રકારની દવાઓ જેવી કે ફોસ્ફામિડોન ૦.૦3 ટકા (ડિમેક્રોન 85 ઈ.સી. 4 મીલી.), મોનોકોટોફોસ 0.036 ટકા (નુવાકોન3 ઈ.સી. 10 મીલી), મીથાઈલ-ઓ-ડીમેટોન 0.025 ટકા (મિટાસિસ્ટોક્ષ 25 ઈ.સી. 10 મીલી) 10 લિટર પાણીમાં પ્રવાહીને મિક્સ કરીને તેનો છોડ પર છંટકાવ કરવો જોઈએ.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો