પ્રાઈસ બેન્ડની ટચોટચ પહોંચી ગયો GMP, તમને લાગ્યો કે નહીં આ IPO

ડેલ્ટા ઓટોકોર્પના IPOને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. સબ્સ્ક્રિપ્શન પછી, રોકાણકારોને હવે લિસ્ટિંગ પર મોટો નફો મળે તેવી શક્યતા છે. 

આ IPOને ગ્રે માર્કેટમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ IPO છેલ્લા દિવસ સુધી 309 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

શેડ્યૂલ મુજબ, સફળ રોકાણકારોને શેરની ફાળવણી 10 જાન્યુઆરીએ કરવામાં આવી છે. તે જ સમયે, રિફંડ પ્રક્રિયા 13 જાન્યુઆરીથી શરૂ થશે. 

કંપનીના શેરનું લિસ્ટિંગ 14 જાન્યુઆરીએ NSE SME પ્લેટફોર્મ પર થવાનું છે.

ગ્રે માર્કેટમાં ડેલ્ટા ઓટોકોર્પના IPOની ભારે માંગ છે. આજે 11 જાન્યુઆરીએ આ ઈસ્યુ અનલિસ્ટેડ માર્કેટમાં રૂ. 117ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. 

તે મુજબ કંપનીના શેર રૂ. 247ના ભાવે લિસ્ટ થાય તેવી શક્યતા છે. જો આમ થશે તો રોકાણકારોને 88.46 ટકાનો જંગી નફો મળશે.

 કંપની પબ્લિક ઈશ્યુ દ્વારા રૂ. 54.60 કરોડ એકત્ર કરવા માંગે છે. કંપની ડેલ્ટિક બ્રાન્ડ હેઠળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું ઉત્પાદન કરે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.