ચોમાસામાં માખી મચ્છરને દૂર રાખવા અને રોગોથી બચવા માટે શું કરવું?

વરસાદની મોસમમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.

જાણો મચ્છરોથી બચવા માટે કયા ઘરગથ્થુ ઉપાયો અપનાવવા જોઈએ.

ગાયના છાણનો ભૂકો કરી ધુમાડો કરો. ત્યાર પછી લીમડાના પાન અને કપૂર ઉમેરી શકો છો.

જ્યારે તેનો ધુમાડો નીકળવા લાગે ત્યારે તેને ઘરના ચારેય ખૂણામાં ફેરવો.

બધા દરવાજા અને બારીઓ બરાબર બંધ કરો.

નીલગિરી અને લીંબુનું તેલ શરીર પર લગાવવાથી પણ સારું પરિણામ મળશે.

ગામડાઓમાં લોકો મચ્છરને દૂર રાખવા સુતા પહેલા શરીર પર વિવિધ પ્રકારના તેલ લગાવે છે.

ફુદીનાના પાનનો અર્ક રૂમમાં છાંટશો તો પણ મચ્છરો ઓછા થશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો