ભારતમાં મોંઘા ટામેટાથી
નેપાળી વેપારીઓ માલામાલ
હાલમાં ભારતમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે.
આવી સ્થિતિમાં, ઉત્તરાખંડની નેપાળ સરહદને અડીને આવેલા વિસ્તારોમાંથી ભારતીયો નેપાળના બજાર તરફ વળ્યા છે.
નેપાળના ટામેટા ભારત કરતા ઘણા સસ્તા છે અને 100% ઓર્ગેનિક પણ છે.
સસ્તુ પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે લોકો નેપાળ
દોડતા
હોવાની વાત વારંવાર સાંભળવા મળે છે.
પરંતુ આ પહેલીવાર છે જ્યારે પિથોરાગઢની નેપાળ બોર્ડર પાસે રહેતા લોકો ટામેટાં ખરીદવા માટે નેપાળ જઈ રહ્યા છે.
ધારચુલાના સરહદી વિસ્તારમાં ટામેટા પણ રોટી-બેટીના સંબંધને વધુ મજબૂત કરી રહ્યા છે, એમ કહેવું ખોટું નહીં હોય.
વરસાદ બાદ જ્યાં ભારતમાં ટામેટાના ભાવમાં રાતોરાત ઉછાળો આવ્યો છે, ત્યાં નેપાળમાં ટામેટાંનું સારું ઉત્પાદન થયું છે.
ધારચુલાથી ટામેટાં ખરીદવા ગયેલા શાલુ દાતાલે જણાવ્યું કે, તે નેપાળમાં રૂ.100 પ્રતિ કિલોના ભાવે ટામેટાં ખરીદે છે.
બીજી તરફ, અન્ય લોકોએ પણ આ જ વાતનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે નેપાળના ટામેટાથી તેમને ચોક્કસ રાહત મળી રહી છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...