હવે એક ID પરથી આટલા જ SIM ખરીદી શકશો

ઓનલાઈન ફ્રોડ દેશભરમાં એક મોટી સમસ્યા બની ગયો છે.

એવામાં ઓનલાઈન છેતરપિંડીમાં મોટાભાગે સિમનો ઉપયોગ કરવામાં આવે છે.

મોટાભાગના ઠગો દરેક વખતે નવા સિમનો ઉપયોગ કરે છે. આ કારણે સરકાર સિમ કાર્ડની સંખ્યાને મર્યાદિત કરવાની યોજના બનાવી રહી છે.

હજુ સુધી એક આઈડી પર 9 સિમ કાર્ડ જ આપવામાં આવતા હતા. 

જો કે, સરકાર તેને ઘટાડીને 9થી 4 કરવા માંગે છે. 

એટલે કે જો આવું થાય છે તો લોકો એક આઈડી પર માત્ર 4 સિમ કાર્ડ જ લઈ શકશે. 

ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ એક આઈડી પર સિમ કાર્ડની સંખ્યા મર્યાદિત કરીને 4 કરવા પર વિચાર કરી રહ્યા છે. 

સિમ કાર્ડ મર્યાદિત કરવાની યોજના પર સરકારે માર્ગદર્શિકાને મંજૂરી પણ આપી દીધી છે.

આ ગાઈડલાઈન્સ વહેલી તકે સામાન્ય લોકોની વચ્ચે આવી શકે છે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.