FD પર 9.50% વ્યાજ આપી રહી છે આ બેંક

દેશમાં સ્મોલ ફાઈનાન્સ બેંકો મોટી બેંકોની તુલનાએ એફડી પર વધારે વળતર આપી રહી છે. 

યૂનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક રેગ્યુલર ગ્રાહકોને એફડી પર 4.5 ટકાથી 9 ટકાની વચ્ચે વ્યાજ ઓફર કરી રહી છે. 

વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષમાં મેચ્યોર થનારી એફડી પર 4.5થી 9.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. 

વરિષ્ઠ નાગરિકોને 1001 દિવસોની એફડી પર 9.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. જ્યારે રિટેલ રોકાણકારોને 9 ટકા વ્યાજ મળશે.

સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક નવી એફડી પર સામાન્ય ગ્રાહકોને 7 દિવસોથી 10 વર્ષમાં મેચ્યોર થનારી એફડી પર 4 ટકાથી 9.1 ટકા વ્યાજ આપી રહી છે. 

5 વર્ષની એફડી પર 9.1 ટકાનું વ્યાજ મળી રહ્યું છે, જે 5 જુલાઈ 2023થી લાગૂ છે. 

સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંકના અનુસાર, સૌથી સારી વાત એ છે કે, રેગ્યુલર ગ્રાહકો હવે 5 વર્ષની ડિપોઝીટ 9.10 ટકા વ્યાજ આપી રહી છે, જે 5 જુલાઈ 2023થી લાગૂ છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.