ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં આંખના દર્દીઓના કેસમાં વધારો થયો છે.
જો આંખમાં કોઈ પ્રોબ્લેમ જોવા મળે તો તરત ડૉકટર નો સંપર્ક કરવા સૂચના પણ અપાઇ છે.
આંખ આવવાના રોગમાં આંખ લાલ થઈ જવી અને આંખમાંથી પાણી પડતા હોવાની ફરિયાદો દર્દીઓ કરતા હોય છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આસી. પ્રોફેસર દેવાંગી પટેલ દ્વારા હાલમાં આ વિશે સૂચના આપવામાં આવી હતી.
અહીં હાલમાં સવલતો પણ શરૂ કરવામાં આવી છે.
તબીબ દ્વારા જણાવાયું છે કે, કોઈ પણ વ્યક્તિ આ રોગથી અધીરા બની ડરવાની જરૂર નથી.
તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં જઈ આંખોના નિષ્ણાંત ડૉક્ટરનો સંપર્ક સાધી શકો છો.
આ રોગથી આંખની દ્રષ્ટિને કોઈપણ જાતનું નુકસાન થતું નથી.
આ રોગ આંખના સફેદ ભાગમાં જ મુખ્યત્વે થાય છે.
જેથી આખને મોટું નુકસાન કરશે તેવી માન્યતાથી ગભરાવાની જરૂર નથી.
આ રોગ સામાન્ય રીતે આંખ આવેલી વ્યક્તિના સંપર્કમાં આવવાથી વધુ ઝડપથી ફેલાય છે.
આંખ આવેલ વ્યક્તિનો હાથ કોઈ પણ વસ્તુ પણ લાગ્યો હોય અને આ વસ્તુ કે જગ્યા પર બીજા કોઈ વ્યક્તિનો હાથ લાગે અને આ હાથ આંખને લાગે છે ત્યારે આ રોગ ઘણો ફેલાય છે.
આ સિવાય આ રોગ એ તાવ, શરદી, ખાંસીથી પણ ફેલાય છે.
બીમાર વ્યક્તિને પોતાની ઉધરસથી નીકળતા વાઇરસ આજ સુધી પહોંચે છે ત્યારે પણ આ રોગ ફેલાય છે.
સામાન્ય રીતે લોકોમાં માન્યતા છે કે જો કોઈને આંખ આવી હોય અને તે વ્યક્તિને જોઈ છે તો પણ આ રોગ ફેલાય છે.
જેથી લોકો કાળા ચશ્મા પહેરીને રોગથી બચવાના ઉપાયો કરે છે. પરંતુ આ રોગ એ કોઈને જોવાથી ફેલાતો નથી.