ચોમાસામાં કરેલી આ ભૂલના કારણે થઈ જશો ટકલા!

ચોમાસાની ઋતુમાં વરસાદ તેમજ જળભરાવના કારણે અનેક બિમારીઓનું આગમન થતું હોય છે.

ચોમાસામાં ચામડી અને વાળની સમસ્યાઓ સૌથી વધુ જોવા મળતી હોય છે. 

સામાન્ય રીતે ચોમાસાના ભેજવાળા વાતાવરણને કારણે આ સમસ્યાઓ લોકોને થાય છે.

ચોમાસામાં ભેજના કારણે બફારો થાય છે અને બફારાના કારણે પરસેવો થાય છે.

પરસેવાના લીધે વાળની અંદર ઝીણી ઝીણી ફોલ્લીઓ, ફંગસ અને ડેન્ડ્રફની સમસ્યા થતી હોય છે.

આ સમસ્યાથી બચવા માટે, વરસાદમાં વાળ ભીના થાય તો, ઘરે જઈને પહેલા જ માથું ધોઈ નાખવું જરૂરી છે. 

જો માથામાં તેલ નાખેલું હોય, તો શેમ્પૂથી અને આયુર્વેદિક પાવડરથી માથું વોશ કરવાથી રાહત મળે છે.

આયુર્વેદિક પંચકર્મ નિષ્ણાત ધૃતિ ભટ્ટ જણાવે છે કે, ચોમાસામાં બીજી બધી ઋતુઓ કરતાં હેર ફૉલ સૌથી વધારે થતો હોય છે.

હેર ફૉલથી બચવા માટે માથું ધોયા બાદ ભીના વાળમાં કાંસકો ફેરવવો જોઈએ નહીં. 

ભીના વાળમાં કાંસકો ફેરવવાથી વાળના મૂળ ઢીલા થઈ જાય છે અને હેર ફૉલ વધે છે.

ખોરાક નિયમન અને વાળનો પરસ્પર મોટો સંબંધ છે.

સારી રીતે વાળની સંભાળ રાખવા માટે સાત્વિક ખોરાક ખાવો જરૂરી છે. સારા અને તાજા ખોરાકથી વાળની વૃદ્ધિમાં ફેર પડે છે.

વાળમાં જ્યારે પણ તેલ નાખો છો ત્યારે તેલને હૂંફાળું ગરમ કરીને નાખવું વધારે યોગ્ય છે.

ત્યારબાદ, હલકા હાથથી તેલ માલિશ કરવી જોઈએ. આમ કરવાથી વાળના મૂળ મજબૂત બનશે.

રોજ રાતે સૂતા સમયે અથવા તો દિવસના સમયે પણ નાકની અંદર ગાયના ઘીના બે ટીંપા નાંખવા ખૂબ જ ફાયદાકારક છે.

ચોમાસામાં વાળમાં કોઈ પણ પ્રકારના લેપ કે મહેંદી કરવા હિતાવત નથી.

વાળને અઠવાડિયામાં બે વાર ધોવા જરૂરી છે.

ઘરે જાસૂદના ફૂલનો પાવડર, ભાંગરાનો પાવડર તેમજ આમળાનો પાવડર ભેગો ઉકાળીને માથું ધોવાથી ફાયદો થાય છે. 

માથામાં ફોલ્લી થતી હોય તો કડવા લીમડાને ઉકાળીને માથું ધોવાથી ફાયદો થાય છે.

જો સમસ્યા વધુ ગંભીર હોય તો ડોક્ટરની મુલાકાત લેવી અનિવાર્ય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો