આ ખેડૂતે તુવેરની વિકસાવી નવી જાત, કરી લાખોની કમાણી
નેત્રંગ તાલુકાના ધાણીખૂંટ ગામના ખેડૂત હસમુખભાઈ ફતેહસિંગ વ
સા
વા નાનપણથી જ ખેતી સાથે સંકળાયેલા છે.
પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ પોતાના બાપ દાદાની ખેતીના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા.
ત્યારે હવે તેમનો પુત્ર હરનેશ વસાવા પણ ખેતીમાં તેઓની મદદ કરી રહ્યો છે.
આ બાપ-દીકરાની જોડીએ તુવેરની એક નવી જાત વાવી છે.
ધાણીખૂંટ ગામમાં ખેડૂત હસમુખભાઈએ 1.5 એકર જમીનમાં તુવેરની પુસા - 16 જાતની ખેતી કરી છે.
ખેડૂતોને ખરીફ વર્ષ 2017માં વાવણી કરવા માટે તુવેરની નવી જાત 'પુસા -16' ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ખેડૂતે ગત નવેમ્બર મહિનામાં આ જાતની તુવેરની વાવણી કરી હતી.
આ જાતની તુવેર શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ દરેક સીઝનમાં સતત ઉત્પાદન આપે છે.
હાલ, હસમુખભાઈ દર 15 દિવસે તુવેરનો પાક ઉતારે છે.
બાપ-દીકરાની જોડી પોતાના તુવેરના પાકને નેત્રંગ માર્કેટમાં આપે છે.
ઉપરાંત તેઓ ઘરે પણ 100 રૂપિયા કિલોના ભાવે લીલી તુવેરનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...