કોઈ કામ માટે પૈસાની જરૂર પડે અને પૈસા ન હોય તો ઉધાર લેવાની જરૂરિયાત ઉભી થાય છે.
હોશિયાર માણસને આવા સમયે સૌથી પહેલો વિચાર લોનનો આવે છે.
હોમ લોન, બિઝનેસ લોન, MSME મશીનરી લોન, કાર લોન, મોર્ટગેજ લોન, એજ્યુકેશન લોન, પ્રોજેક્ટ લોન, ઈન્ડસ્ટ્રીયલ લોન જેવી અનેક પ્રકારની લોન અત્યારે અસ્તિત્વ ધરાવે છે.
આ લોન બેન્ક અને સરકારની સબસિડી દ્વારા પ્રાપ્ત થતી હોય છે.
બિઝનેસ કરવા માટે આર્થિક રોકાણની જરૂર પડે છે. મશીનરી લોનનો ઉપયોગ કરીને તમે પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો.
મશીનરી લોન એક પ્રકારની બિઝનેસ લોન છે. મશીનરી લોન મશીનરી ખરીદવા, રીપેરિંગ માટે અથવા અપગ્રેડ કરવા માટે મદદ કરે છે.
મશીનરી લોન મેળવવા માટે અને છેતરપિંડીથી બચવા માટે કેટલીક બાબતોની જાણ હોવી અત્યંત જરૂરી છે.
લોન મેળવવા માટે ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ.
લોન માટે, જે બેન્કમાં પોતાનું એકાઉન્ટ હોય તે બેન્કમાં જઈને લોન માટે અપ્લાય કરી શકાય છે.
લોન માટે અપ્લાય કરવા કેટેગરીની ઈન્ડસ્ટ્રી મુજબના લાઈસન્સ, કસ્ટમરના ફાઈનાન્સિયલ અને પ્રોપર્ટીના પેપર હોવા જરૂરી છે.
આ જરૂરી કાગળો સબમિટ થયા બાદ બેન્ક સિબિલ સ્કોર અને ફાઇનાન્સિયલ એલિજિબિલિટી ચેક કરશે.
અત્યારે હાલમાં સરકારી લાભ આપતી હોય એવી યોજનાઓ પણ છે.
PM સ્વનિધિ યોજના, CGTMSE લોન, કૃષિ લોન, મુદ્રા લોન, હોર્ટિકલ્ચર લોન વગેરે થકી તમે અનેક સરકારી લાભ પણ લઈ શકો છો.
RBIની ગાઈડલાઈન મુજબ લોનના દર નક્કી કરવામાં આવે છે.
RBI ની ગાઈડલાઈન પ્રમાણે તેમજ સિબિલ, કસ્ટમર રેટિંગ, CMR પરથી બેન્ક વ્યાજનો દર નક્કી કરે છે.
માટે મુખ્ય 3 પ્રકારની ઈન્ડસ્ટ્રી વિભાજિત કરવામાં આવી છે.
આ ત્રણ કેટેગરી સર્વિસ કેટેગરી, ટ્રેડિંગ કેટેગરી અને મેન્યુફેક્ચરિંગ કેટેગરી છે. આ ત્રણેય ઈન્ડસ્ટ્રીના બેનિફિટ અલગ અલગ પ્રકારના છે.
મશીનરી લોનમાં કસ્ટમર, એજન્ટ કે બેન્કના કર્મચારી તરફથી છેતરપિંડી થતી હોય છે.
કસ્ટમરની વાત કરીએ તો, મોટા ભાગે કસ્ટમર જૂના મશીનને નવા બતાવીને લોન લે છે અને સબસિડી મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે.
લોન અપાવતો એજન્ટ જાણીતો હોવો જરૂરી છે. ફેક એજન્ટો દ્વારા પણ છેતરપિંડી થતી હોય છે.
જ્યારે બેન્કના કોઈ કર્મચારી છેતરપિંડી કરે તો ફરિયાદ કરવી આવશ્યક છે. બેન્કનો કર્મચારી પકડાય તો બેન્ક તરત જ એક્શન લે છે.