શું કપાસનો પાક કરમાઈ જાય છે? અજમાવો આ ઉપાય
મહેસાણા જિલ્લામાં મોટાભાગે લોકો કપાસનું વાવેતર કરે છે.
આ ચોમાસામાં મહેસાણા જિલ્લામાં 23,417 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થઈ ચુક્યું છે.
ત્યારે ચોમાસાના કારણે ખેતરમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે કપાસના મૂળિયામાં વિવિધ રોગ થઈ જાય છે.
જેમાં મૂળખાઈ રોગ સામાન્ય રીતે વધારે જોવા મળે છે.
આ મૂળખાઈ રોગ ઉધઈના કારણે પણ હોઈ શકે છે.
જ્યારે કપાસનો છોડ મોટો થતો હોય ત્યારે મૂળખાઈ રોગ જોવા મળે છે.
આ રોગના શરુઆતી લક્ષણમાં છોડ કરમાઈ જાય છે અને છોડ ઉખાડીને જોતા મૂળ ઉપરની છાલ સરળતાથી નીકળી જાય છે.
ત્યારબાદ, મૂળ નષ્ટ થયેલું જોવા મળે છે.
સામાન્યપણે આ રોગ જેટલું જલ્દી ઓળખાય એટલું સારું રહે છે.
જો આ રોગને ઓળખવામાં અને ધ્યાનમાં ન રાખવામાં આવે તો ક્રમશ બધા છોડને આ રોગ લાગુ પડી જાય છે.
ખેતરમાં વિવિધ જૈવિક અને રાસાયણિક દવાનો યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે ઉપયોગ કરી રોગને દૂર કરી શકાય છે.
મહેસાણાના વિજ્ઞાન કેન્દ્રના વડા વૈજ્ઞાનિક ડૉ.રમેશ પટેલે જણાવ્યું હતું કે, આ રોગને દવાથી નાબૂદ કરી શકાય છે.
મૂળખાઈ રોગમાં જૈવિક રીતે ટ્રાયકોડરમાનો 1 ટકા લઈ 15 લિટરના પંપની અંદર 60-80 ગ્રામ ઓગાળીને 50-100 એમ.એલ પાણી છોડના મૂળમાં આપવું જોઈએ.
ઉધઈ માટે ફિપ્રોનિલ 5% એસ ઈ. દવાને 30-40 એમએલ 15 લિટરના પંપમાં નાખી મૂળમાં આપવાથી ઉધઈની પકડ ઢીલી પડશે અને રોગ નાબૂદ થઈ જશે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...