તમે પણ સ્કિન ડોનેટ કરી કોઈ માસૂમના ચહેરા પર લાવી શકો છો ચમક!

આજના સમયમાં મેડિકલ સાયન્સ એટલું એડવાન્સ થઈ ગયું છે કે રક્તદાન અને અંગદાન દ્વારા જરૂરિયાત મંદ લોકોને જીવન ધન્ય થયું છે.

કિડની, ફેફસાં, આંખ અને હૃદયનું દાન કરવા ઉપરાંત આજકાલ ત્વચાનું દાન પણ કરી શકાય છે. 

સામાન્ય રીતે મોટાભાગના લોકો ત્વચાના દાન વિશે જાણતા નથી. 

ઘણા લોકો એવા પણ છે જે પોતાના અંગોનાદાનની સાથોસાથ તેમની ત્વચાનું દાન પણ કરે છે.

ત્યારે રાજકોટમાં પણ સ્કિનનું દાન સ્વીકારતી સ્કિન બેંક પણ આવેલી છે. 

પરંતુ અહીં જનજાગૃતિના અભાવે જોઈએ એટલા પ્રમાણમાં સ્કિનદાન થતું નથી.

સ્કીન બેંકના મેડિકલ ઓફિસર ડો નિધી પારેખે કહ્યું કે રેડ ક્રોસ ઈન્ડિયન સોસિયટી દ્વારા આ સ્કિન બેંક મેનેજ કરવામાં આવે છે. 

આ સ્કિન બેંકની શરૂઆત નવેમ્બર 2021માં થઈ હતી. આ બેંક શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 20 ડેડ બોડીની સ્કિન દાનમાં મળી છે. 

જેમાથી 30-35 દર્દીઓને એ સ્કિન દ્વારા નવા રંગરૂપ આપવામાં આવ્યા છે. આ સ્કિન દાઝેલા દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી છે.

કારણ કે તેમની નવી સ્કિન આવે ત્યાં સુધી આ સ્કિન તેને મદદ કરે છે. આ સ્કિનની મદદથી તેને ઝડપથી રિકવરી આવે છે અને સ્કિન ઈન્ફેક્શન લાગવાનો ડર રહેતો નથી.

ઉપરાંત દર્દીનો હોસ્પિટલનો ખર્ચો બચવાની સાથોસાથ હોસ્પિટલમાં રહેવાના દિવસો પણ દર્દીના ઘટી જાય છે.

અત્યાર સુધીમાં 20 ડોનર મળ્યા છે. આ સ્કીન ડોનેટ માટે વધુ જાગૃતિ ફેલાય તે જરૂરી છે.  

 બ્લડ ડોનેશનના કેમ્પમાં પણ સ્કિન ડોનેશનના બેનર લગાવવામાં આવે છે. જેથી લોકોમાં અવેરનેસ આવે છે. 

ડૉ. નિધી પારેખે અપિલ કરતા કહ્યું કે જેવી રીતે માનવીના મૃત્યુ બાદ 6 કલાકની અંદર ચક્ષુદાન થઈ શકે છે. 

તેવી જ રીતે  મૃત્યુના 6 કલાકની અંદર ચામડીનું દાન પણ કરી શકાય છે.

જ્યારે કોઈ સ્કિન ડોનેટ કરે છે,  ત્યારે ડેડ બોડીને બરાબર રીતે ડ્રેસિંગ કરીને તેમને આપવામાં આવે છે. જેથી પરિવારના લોકોને કોઈ મુશ્કેલી ઉભી ન થાય.

ડૉ. નિધી પારેખે વધુમાં જણાવ્યું હતું કે, જે લોકોનું શરીર 50થી 60 ટકા દાજી ગયું હોય તેવા લોકોને સ્કિનની ખાસ જરૂર પડે છે. 

દાઝી જવાના બનાવોમાં 20 ટકા કેસ એવા હોય છે કે જેમને ચામડીની ખાસ જરૂર હોય છે.

એવા દર્દીઓ માટે અત્યારે સ્કિન બેંકમાં ચામડી છે.  

જેથી દર્દીને વધારે મુશ્કેલી ન પડે. સ્કિનની કિંમત અંગે વાત કરવામાં આવે તો જે દર્દી ગરીબ હોય અથવા તો સિવિલ હોસ્પિટલમાંથી રિફર કરવામાં આવેલા દર્દીઓને રાહત દરે અથવા તો ફ્રીમાં સ્કિન આપવામાં આવે છે.

જ્યારે એક ડબી એટલે કે 1 ટકા બોડિનો એરીયા કવર કરે તો તેનો ચાર્જ 1500 રૂપિયા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો