2 દિવસ પછી ઓપન થશે આ કંપનીનો IPO

જો તમે આઈપીઓ પર દાવ લગાવવાનું વિચારી રહ્યા હોવ, તો તમારી પાસે એક અન્ય શાનદાર મોકો છે. 

26 જુલાઈથી યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસિઝ લિમિટેડનો આઈપીઓ રોકાણ માટે ઓપન થશે.

આમાં રોકાણકારો 28 જુલાઈ સુધી રૂપિયા લગાવી શકશે. 

કંપનીએ તેના આઈપીઓ માટે 285થી 300 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે.

એન્કર રોકાણકારો માટે હરાજી મંગળવાર 25 જુલાઈથી શરૂ થશે. 

IPOમાં 490 કરોડના ફ્રેશ શેર અને પ્રમોટર્સ વિમલા, પ્રેમ નારાયણ અને નીના ત્યાગી દ્વારા 65.51 લાખ ઈક્વિટી શેર વેચવાનો પ્રસ્તાવ સામેલ છે. 

વર્તમાનમાં ઈશ્યૂની સાઈઝ 610 કરોડથી ઘટીને 490 કરોડ થઈ ગઈ છે.

પ્રત્યેક ઈક્વિટી શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. ફ્લોર પ્રાઈઝ 28.5 ગણી છે અને કેપ પ્રાઈસ ઈક્વિટી શેરોના અંકિત મૂલ્યાના 30 ગણી છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.