અહીં પાતાળમાંથી પ્રગટ થયા હતાં મહાદેવ, 51 ફૂટ નીચે આવેલું છે મંદિર

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વર્ષો પૌરાણિક અને ચમત્કારી શિવ મંદિર આવેલું છે. 

આ શિવ મંદિરનું નિર્માણ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી એ કરાવ્યું હતું. 

મંદિરમાં સ્થાપિત શિવલિંગ પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલું હોવાથી પાતાળેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. 

આ મંદિરની સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે અને દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે.

બનાસકાંઠાના જિલ્લા મથક ગણાતા પાલનપુરમાં પાતાળેશ્વર મંદિર ખુબ જ પૌરાણિક મંદિર છે.

ઇ.સ. 1091 માં સિદ્ધરાજ જયસિંહના જન્મની ખુશીમાં તેમની માતાએ પાણી માટે વાવ ખોદાવી હતી.

વાવ ખોદતી વખતે પાતાળમાંથી આ શિવલિંગ પ્રગટ થયું હતું.

તે સમયે આ જગ્યાએ પાતાળેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું હતું.

આ મંદિરની સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે અને દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે.

બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સ્થળો તેમજ અનેક એવા મંદિરો છે જે, વર્ષો પૌરાણિક અને ચમત્કારી માનવામાં આવે છે.

ત્યારે પાલનપુર શહેરની મધ્યમાં આવેલા કીર્તિસ્તંભની બાજુમાં વર્ષો પૌરાણિક અને ચમત્કારિક પાતાળેશ્વર મહાદેવનું મંદિર એક વિશેષ ઓળખ ધરાવે છે.

આ મંદિર 51 ફૂટ ઊંચું અને જમીનથી 51 ફૂટ ઊંડું ઉત્તર ગુજરાતનું એક માત્ર મંદિર છે.

પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ અહીં થયો હતો.

તેમની માતા મીનળદેવીએ પુત્રના જન્મની ખુશીમાં પાણી માટે વાવડી ખોદાવાની શરૂઆત કરી.

ત્યારે પાતાળમાંથી સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. 

ભગવાન શિવજીનું શિવલિંગ પાતાળમાંથી મળી આવતા પાતાળેશ્વર મહાદેવ તરીકે શિવજીની સ્થાપના કરાઈ ત્યારથી જ પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.

આ મંદિરના શિવલિંગ નીચેથી એક સુરંગ સીધી પાટણ નીકળે છે, જેને વર્ષો પહેલા બંધ કરી દેવાઈ છે.

પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે. આ મંદિરનો જીણોદ્વાર 1980માં થયો હતો. 

પાતાળેશ્વર મહાદેવના દર્શનથી જ ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે. શિવના નામથી જ આત્માને તૃપ્તિ મળી જાય છે. 

શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવ મંદિરમાં જઈને શિવની પૂજા કરીને શિવની કૃપા મેળવે છે.

શિવરાત્રીના દિવસે અહીં મેળો ભરાય છે. ભક્તો દૂર દૂરથી શિવજીના દર્શન કરવા ઉમટી પડે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો