ગુજરાતમાં આવેલો છે વિશ્વનો એકમાત્ર એવો પર્વત જયાં છે 1,2 નહીં પણ 900 મંદિર

વિશ્વમાં પહાડો તો અનેક જગ્યાએ આવેલા છે. અને તેમની દરેકની કંઈકને કંઈક વિશેષતાઓ રહેલી હોય છે.

અમુક પહાડોની વિશેષતાઓ એટલી ખાસ હોય છે કે, લોકો વેકેશનનો સમયે ફરવા આવતા હોય છે. 

તેજ રીતે વિશ્વનો આ એક માત્ર એવો પહાડ છે જ્યાં 900 મંદિરો આવેલા છે.

ભાવનગર જિલ્લામાં આવેલ પાલિતાણા શહેરમાં શેત્રુંજય પર્વત પર જૈન ધર્મના દેરાસરો, મંદિરો આવેલા છે. 

આ પાલીતાણા શહેર વર્ષો પહેલા પાદલિપ્તપુરના નામે જાણીતું હતું, જેને મંદિરોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં આવેલ પાલીતાણા અને ઝારખંડ રાજ્યમાં આવેલા શિખરજી બંને યાત્રાધામ જૈન સમુદાયના લોકો માટે ખુબ જ પવિત્ર ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. 

આ જૈન દેરાસરો ફક્ત દેવો માટેનું જ નિવાસ સ્થાન હોવાથી આ પવિત્ર સ્થળે કોઇ પણ વ્યક્તિને રાતવાસો કરવાની મનાઈ છે, જૈન ધર્મના સાધુઓ માટે પણ આ નિયમ લાગું પડે છે.

જૈન સમુદાયના દરેક લોકો માને છે કે, મોક્ષ મેળવવા માટે જિંદગીમાં એક વાર આ પવિત્ર દેરાસરોની મુલાકાત તો લેવી જરૂરી છે.

શેત્રુંજય પર્વત પર આવેલા આ જગ્યાને જૈન ધર્મમાં માનનારા ખૂબ જ પવિત્ર માને છે અને અહી હજારોની સંખ્યામાં દેરાસરો આવેલા છે. 

આ પર્વત પર આરસમાં સુંદર બારીક કોતરણી કામ વાળા લગભગ 863 દેરાસરો આવેલા છે. મુખ્ય દેરાસર સુધી જવા માટે 3500 પગથિયાં ચડવા પડે છે.

એવું કહેવામાં આવે છે કે, ભગવાન નેમિનાથ સિવાય, 23 તીર્થકરો દ્વારા આ જગ્યાની મુલાકાત લઇને તેને પવિત્ર કરવામાં આવી હતી.

ભગવાન રિષભદેવ જે પ્રથમ તીર્થંકર હતા. તેમને મુખ્ય મંદિર સમર્પિત કરવામાં આવેલ છે.

જૈન ધર્મના તીર્થકર ભગવાન નેમિનાથને મોક્ષ-ગતિ અહીં પ્રાપ્‍ત થઇ હતી. 

આ કારણે જૈન ધર્મના અલૌકિક ઇતિહાસ સાથે સંકળાયેલ ‘પાલિતાણા' સૌ જૈન શ્રદ્ધાળુને પોતાની તરફ આકર્ષિત કરે છે. 

પાલિતાણાને ‘સિદ્ધક્ષેત્ર' તરીકે પછી ઓળખવામાં આવે છે. સિદ્ધક્ષેત્ર ‘મોક્ષનું દ્વાર' તરીકે પણ પ્રખ્‍યાત છે.

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ દેરાસર આ નિર્માણ પામ્યું છે. જેમને ‘આદિનાથ' તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંથી તેમણે ૯૩ વખત પરિક્રમા કરી હતી.

પાલિતાણાના ભવ્‍ય દેરાસરનું શૃંખલાનું નિર્માણ બાબુ ધનપતસિંહ દ્વારા કરવામાં આવ્‍યું, જે મુર્શિદાબાદના રહેવાસી હતા. 

ઇ.સ.13મી સદીના સમયગાળામાં આ પર્વત પર દેરાસરોની શૃંખલાનું નિર્માણ શરૂ થયું હતું. જૈન ધર્મના શ્રેષ્‍ઠ વસ્‍તુપાલ દ્વારા પાલિતાણાનું નિર્માણ થયું હતું.

1800 ફૂટ ઊંચા પર્વતીય સ્‍થન પર પહોંચવા 3795 પગથિયાં બનાવવામાં આવ્‍યાં છે. પર્વતના શિખર પર પહોંચવાના રસ્‍તે તીર્થકારોના પદચિહ્નો દ્રશ્‍યમાન થાય છે.

યાત્રાળું માટે રસ્‍તામાં પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. રસ્‍તામાં ખાણી-પીણીની ચીજવસ્‍તુઓ પ્રતિબંધિત છે.

સમગ્ર સંકુલમાં આવેલાં સ્‍થાપત્‍યો અને મૂર્તિઓનું નિર્માણ પાછળ ધીરજ શ્રદ્ધા અને કસબના જળનું સિંચન કરાયું છે. જેને પરિણામ શ્રદ્ધાનું અલૌકિક સ્‍થાનક નિર્માણ પામ્‍યું.

1800 ફૂટ ઊંચા પર્વતીય સ્‍થાન પર પહોંચવા 3,795 પગથિયાં બનાવવામાં આવ્‍યાં છે. 

જ્યાં ભગવાન આદિનાથ, કુમારપાળ, વિમલશાહ સંપ્રતિ રાજા તેમજ શિખરની સૌથી ટોચ પરનાં ચૌમુખ મુખ્‍ય છે.

આ પર્વતીય માળામાં હિન્‍દુ ધર્મના દેવી-દેવતાઓના મંદિરો પછી આવે છે. 

પર્વતની તળેટીમાં મા સરસ્‍વતીનું મંદિર છે. ઉપરાંત ભગવાન શિવજી, રામભક્ત હનુમાનજીના મંદિરો નિર્માણ પામ્‍યા છે. 

શિખરની ટોચ પર અંગારપીરની જગ્‍યા છે. અહીં પુત્રકામનાની ઇચ્‍છા રાખતી સ્‍ત્રીઓની મનોકામના પૂર્ણ થાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો