ઘરમાં કેટલું સોનું રાખી શકાય? શું છે નિયમ?

ભારતમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. લગ્ન તેમજ તહેવારોમાં સોનાના ઘરેણાં ખરીદવાની પરંપરા છે. 

પરંતુ એક મોટો સવાલ એ છે કે, ઘરમાં મહિલાઓ કેટલું સોનું રાખી શકે છે. 

સેન્ટ્ર્લ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝે 1994માં સોનાને લઈને કેટલીક ગાઈડલાઈન્ડ બહાર પાડી હતી. 

જો કોઈ પરિણીત મહિલા પાસે 500 ગ્રામ સુધી ગોલ્ડ જ્વેલરી મળી છે, તો ટેક્સ અધિકારી તેને જપ્ત નહીં કરે. 

જો કોઈ અપરિણીત મહિલા પાસે 250 ગ્રામ સુધી ગોલ્ડ જ્વેલરી મળી છે, તો ટેક્સ અધિકારી તેને જપ્ત નહીં કરે.

જો કોઈ અપરિણીત તે પરિણીત પુરુષ પાસે 100 ગ્રામ સુધી ગોલ્ડ જ્વેલરી મળી છે, તો ટેક્સ અધિકારી તેને જપ્ત નહીં કરે.

જો તમારા ઘરે ઈનકમ ટેક્સની રેડ પડે છે, તો આટલું સોનું રાખવાથી તમને કંઈ પણ મુશ્કેલી નહીં પડે. 

CBDTએ આ નિયમ એટલા માટે બનાવ્યા છે, કારણ કે ઈનકમ ટેક્સની રેડ દરમિયાન સોનાની જ્વેલરી જપ્તીથી રાહત મળી શકે.

આ નિયમ પરિવારના સદસ્યો પર લાગૂ થાય છે અને તમને જણાવી દઈએ કે, ગોલ્ડ જ્વેલરી રાખવા માટે કોઈ નક્કી કાયદો નથી. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.