શ્રાવણમાં ભોળાનાથને ચઢાવો આ અનાજ, થશે બધા દુઃખ દૂર

શ્રાવણ મહિનો ભોલેનાથને અતિ પ્રિય છે. આ મહિનામાં ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક પ્રયાસો કરે છે.

આ મહિનામાં ભોલેનાથને અનાજ અર્પણ કરવાનું પણ મહત્વ છે. જેને શિવમુઠ્ઠી કહે છે.  

શિવલિંગ પર પીળી તુવેરની દાળ ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.

નાણાકીય લાભ મેળવવા માટે ભોલેનાથને મુઠ્ઠી અક્ષત અર્પણ કરો. આમ કરવું શુભ છે. અક્ષત અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે તે સંપૂર્ણ છે.

શ્રાવણ મહિનામાં ભોલેનાથને મુઠ્ઠીભર ઘઉં અર્પણ કરવાથી સાંસારિક સુખ મળે છે. તેનાથી લગ્નજીવનમાં આવતી અડચણો પણ દૂર થાય છે.

તમારે શ્રાવણમાં ભગવાન શિવ ને મુઠ્ઠીભર કાળા તલ અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી ઘરમાં કલેશ સમાપ્ત થઈ શકે છે.

શ્રાવણ માસમાં શિવલિંગ પર મગની દાળ અર્પિત કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ માસમાં શિવલિંગ પર જવ ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સંતાન સુખ મળે છે.

શ્રાવણ મહિનામાં શિવલિંગ પર અડદ અર્પણ કરવાથી અશુભ પ્રભાવ અને ખાસ કરીને શનિદેવ શાંત થાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)