વરસાદના કારણે બારી-દરવાજા થઇ ગયા છે જામ? તરત કરો આ કામ

વરસાદની સીઝનમાં ઘરની વસ્તુઓ જેવી કે ફર્નિચર, દિવાલો, બારી, દરવાજાની ખરાબ હાલત થઇ જાય છે.

લોકો બારી-દરવાજા ખોલવા-બંધ કરવા, જામ થવા, લોકિંગ સિસ્ટમ ટાઇટ થવાના કારણે પરેશાન રહે છે.

તમારા ઘરના બારી-દરવાજા પણ વરસાદના કારણે જામ થઇ જાય છે તો આ મોનસૂન હેક્સ ટ્રાય કરી જુઓ.

જો તમે નિયમિત રૂપે બારી-દરવાજાની સાફ-સફાઇ કરશો તો આવી સ્થિતિ નહીં ઉભી થાય.

ઘણીવાર પાણી લાગવાથી લોખંડના બારી-દરવાજામાં કાટ લાગી જાય છે. તેનાથી પણ તે જામ થઇ જાય છે.

તમે જામ થયેલા લોખંડના બારી કે દરવાજાને સેન્ડ પેપરની મદદથી લૂઝ કરી શકો છો.

સેન્ડ પેપરને કાટ લાગ્યો હોય તે જગ્યા પર ઘસો. તેનાથી સરળતાથી તે ફરીથી ખુલવા-બંધ થવા લાગશે.

જો તમારા ઘરમાં મીણબત્તી છે તો તેનાથી પણ બારી-દરવાજાના જામ થવાની સમસ્યા દૂર કરી શકાય છે.

તેનાથી સ્ટોપર, લોકિંગ સિસ્ટમ વગેરે લૂઝ થઇ શકે છે. તમારે તેના માટે મીણબત્તીને ક્રશ કરવાની છે.

 હવે જામ થયેલી સ્ટોપર, લોકિંગ સિસ્ટમ, ડોર હેન્ડલ, નટ, બોલ્ટ, સ્ક્રૂ પર લગાવી દો.

તેને ત્રણ-ચાર વાર ખોલ-બંધ કરો. તેનાથી તે ઢીલા થઇ જશે અને સરળતાથી ખુલવા લાગશે.

ઘણીવાર દરવાજા-બારીને ખોલવા પર ચર-ચર અવાજ આવે છે. સ્ટોપર એટલી ટાઇટ થઇ જાય છે કે જલ્દી બંધ નથી થતી.

તેના માટે સરસિયાનું તેલ લઇ તેના થોડા ટીપા દરેક જગ્યાએ નાંખી દો.

વરસાદની સીઝનમાં લોખંડની બારી, દરવાજાને પાણીથી સાફ ન કરો નહીંતર વધારે કાટ લાગી શકે છે.

કપડામાં પણ તેલ લગાવીને લૂછી શકો છો. જેથી તે સરળતાથી ખુલે અને બંધ થઇ શકે.

 લાકડાના દરવાજા વરસાદમાં ફૂલી જાય છે, જેના કારણે તે ટાઇટ થઇ જાય છે.

તમારા ઘરના બારી-દરવાજાને પણ બંધ થવામાં સમસ્યા થઇ રહી છે તો તેને ખુલ્લા ન રાખો.

 તેનાથી તે વધુ ફૂલી જશે અને પછી સરળતાથી બંધ નહીં થાય. તેથી તેને હંમેશા બંધ જ રાખો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી