પીએમ મોદીને પણ દાઢે વળગ્યો જામનગરની આ કચોરીનો સ્વાદ

ગુજરાતના ખમીરવંતા કાઠિયાવાડની વાત જ કંઇક અલગ છે.

અહીંની ખાણીપીણી, રહેણી-કહેણી બધામાં વિવિધતાની સાથે આગવી ઢબ જોવા મળે છે.

અહીંની અવનવી ચટાકેદાર વાનગીમાં જામનગરની કચોરીનો સ્વાદ લાજવાબ છે.

જાણીને નવાઈ લાગશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જામનગરની સૂકી કચોરી ખુબ જ પસંદ છે.

તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે તેમના નિવાસસ્થાને આ કચોરી હંમેશા મોકલવામાં આવતી તેવો દાવો કરવામાં આવે છે.

જામનગરમાં ફેમસ વસ્તુની વાત આવે એટલે કચોરીનો ઉલ્લેખ જરૂર આવે.

 જામનગરની કુકુ બ્રાન્ડની કચોરી લોકોને દાઢે વળગી છે. કુકુ બ્રાન્ડની કચોરીની કમાન આજે ચોથી પેઢી સંભાળી રહી છે.

જેની શરૂઆત  વર્ષ 1965માં શરૂ થઇ હતી. શરૂઆતમાં તેઓ સાયકલ પર શહેરમાં સ્કૂલોમાં આ કચોરી વહેંચવા જતાં હતાં.

એ સમયે 15 પૈસાની કિંમતે કચોરી વેચતા હતા. ધીમે ધીમે કુકુ કચોરીનો સ્વાદ લોકોને પસંદ આવવા લાગ્યો હતો.

આજે કુકુ કચોરી મોટી બ્રાન્ડ બની ગઇ છે. આજે સાદી કચોરી 240 રૂપિયા એક કિલોના ભાવે મળે છે.

જ્યારે ડ્રાયફ્રુટ કચોરી 480 રૂપિયા કિલોના ભાવે વેચાય છે.

લોકોને સ્વાદનો ચટાકો લગાડનાર કુકુ કચોરીની એક નહીં અનેક ખાસિયત છે.

લોકોને સ્વાદનો ચટાકો લગાડનાર કુકુ કચોરીની એક નહીં અનેક ખાસિસામાન્ય રીતે કોઇ ફરસાણની એક્સપાયરી એક કે બે મહિના જ હોય છે. પરંતુ કુકુ કચોરી 3થી 4 મહિના સુધી બગડતી નથી.

ખાસ કરીને ચોખ્ખું કપાસિયા તેલનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે.

જામનગર ખાતે આવેલ ફેકટરીમાં દરરોજ 200 કિલો કચોરી બનાવવામાં આવે છે.

ખાસ કરીને વારતહેવારે તો દરરોજ 400 કિલો જેટલી કચોરી તૈયાર થાય છે.

 બહારગામ જતા જામનગરવાસીઓ સૂકા નાસ્તામાં કુકુ કચોરી અવસ્ય સાથે લઇ જાય છે.

કુકુ કચોરી જામનગરમાં ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો અને તમને ફ્રીમાં ડિલિવરી કરી આપવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો