શ્રાવણ મહિનામાં શિવલિંગની ખાસ પૂજા કરવામાં આવે છે.
મહાદેવને પ્રિય એવા બિલીપત્ર, આંકડો, ધતુરા, દૂધ, મધ, પાણી વગેરે ચડાવવામાં આવે છે.
વડોદરાના શાસ્ત્રી રોનક કુમાર ભટ્ટે શિવલિંગ પર ચડાવવામાં આવતી વસ્તુઓ પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવ્યું છે.
શિવલિંગના આકાર જેવો ન્યુક્લિયર રિએક્ટર હોય છે.
એના પાછળનું મુખ્ય કારણ છે કે, જ્યાં શિવલિંગ સ્થાપિત હોય છે તેની આસપાસના વિસ્તારમાં વધુ રેડિયેશન જોવા મળે છે.
શિવલિંગમાં સૌથી વધુ રેડિયશન હોવાથી તેના પર જળ, દૂધ, મધ, બિલીપત્ર, આંકડો, ધતુરો, વગેરે ચઢાવવાથી તેમાથી ઉત્પન્ન થતી રેડિયશન ઓછી થવાની માન્યતા છે.
શિવલિંગ પર ચડાવેલા પાણીમાં એ તરંગો ભળી જાય છે.
તે કારણોસર જ તેની ડ્રેનેજ ટ્યુબને ઓળંગવામાં આવતી નથી.
ભારત સહિત ઈન્ડોનેશિયા દેશમાં વારંવાર ધરતીકંપ આવતા હતા.
વારંવાર ધરતીકંપ આવવાનું કારણે ત્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી સ્થાપના બાદ, શિવલિંગ પર દૂધ, અને પાણી ચઢાવવામાં શરૂ કરતા ત્યાં વારંવાર આવતા ભૂકંપમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતનો નકશો જોઈએ તો જોવા મળે કે કેદારનાથથી રામેશ્વરમની વચ્ચે આવતા તમામ શિવ મંદિરો એક જ સીધી રેખામાં બનેલા છે.
પહેલાના સમયમાં ટેક્નોલોજીની એટલી શોધ નહોતી થઈ છતાં પણ આજે એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ.
ઉત્તરાખંડનું કેદારનાથ, આંધ્રપ્રદેશનું કલહસ્તી, તેલંગાણામાં કલેશ્વરમ, તમિલનાડુનું એકામ્બરેશ્વર, ચિદમ્બરમ અને છેલ્લે રામેશ્વરમ મંદિરો રેખાંશની ભૌગોલિક સીધી રેખામાં બાંધવામાં આવ્યા છે.
પંચભૂત એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ પાંચ તત્વોના આધારે શિવલિંગની સ્થાપના કરવામાં આવતી હોય છે.
જેમાં ઉજ્જૈનને પૃથ્વીનું કેન્દ્ર માનવામાં આવે છે.
આશરે 2050 વર્ષ પહેલાં ઉજ્જૈનમાં સૂર્ય અને જ્યોતિષની ગણતરી માટે માનવસર્જિત સાધનો બનાવવામાં આવ્યા હતા.