બેડરુમમાં કરો આટલો ફેરફાર, પતિ-પત્ની વચ્ચે વધશે પ્રેમ!
પતિ-પત્નીના સંબંધના પાયામાં પ્રેમ રહેલો હોય છે.
પરંતુ, ઘણીવાર અથાગ પ્રયત્ન પછી પણ દાંપત્ય જીવનમાં વિખવાદ આવવા લાગે છે.
પતિ પત્નીના સંબંધમાં આવતી સમસ્યાનું કારણ ઘરનો વાસ્તુદોષ પણ હોય શકે છે.
જો વાસ્તુશાસ્ત્ર નિયમોની ધ્યાનમાં રાખીને ઘરની વસ્તુ રાખવામાં આવે તો દાંપત્યજીવનમાં મધુરતા બની રહે છે.
પતિ-પત્નીના બેડરુમમાં વસ્તુઓ વાસ્તુ અનુસાપ ન હોય તો નકારાત્મક ઉર્જા પેદા થાય છે.
તમારા બેડરૂમને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ.
જેનાથી તમારા જીવનસાથી સાથેના સંબંધો સારા બને છે.
આ સાથે જ બેડરુમની દિવાલોને પ્રકાશિત અને પેસ્ટલ શેડ્સમાં રંગાવી જોઈએ.
બને તો ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં વાદળી અને જાંબલી રંગ લગાવવો જોઈએ.
આ ઉપરાંત તમારે લોખંડ અથવા કોઈપણ ધાતુથી બનેલા પલંગ પર ન સૂવું જોઈએ.
આ સિવાય તમારે દક્ષિણ-પૂર્વ દિશામાં રસોડું બનાવવું જોઈએ અને રસોડાની દિવાલોને નારંગી રંગથી રંગવી જોઈએ.
જો પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવવી હોય તો રૂમમાં ચોક્કસથી સજાવટ કરી શકો છો.
આ માટે તમે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જોડીમાં રાખી શકો છો.
વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવું કરવાથી કપલ વચ્ચે પ્રેમ વધે છે.
આ સિવાય બેડરૂમની પશ્ચિમ દિશામાં તમે તમારા પાર્ટનર સાથે ફોટો લગાવી શકો છો.
જ્યારે તમે બેડ પર સૂવો ત્યારે પેસ્ટલ શેડની ફ્લોરલ ડિઝાઇનવાળી બેડશીટ પાથરવી.
ભૂલથી પણ બેડની સામે અરીસો ન મૂકવો જોઈએ.
જો રૂમમાં મોટી સાઈઝનો અરીસો હોય તો તેને દૂર કરવો જોઈએ. નહિતર સંબંધોમાં તણાવ આવી શકે છે.
આ સાથે બેડરૂમમાં બેડ નીચે બૂટ-ચંપલ મુકતા હોય કે પછી હિંસક પશુ-પક્ષીના ચિત્રો લગાવેલા હોય તો તેને દૂર કરો.
તમારા બેડરૂમની નીચે રસોડાનો ભાગ ન આવતો હોવો જોઈએ.
જો તમે ઘરનો વચ્ચેનો ભાગ ખુલ્લો અને હવાવાળો રાખશો તો પણ તમારા સંબંધમાં પરસ્પર સંવાદ વધશે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...