કચ્છની દાબેલી સમગ્ર ગુજરાતમાં વખણાય છે.

હવે ભરુચમાં પણ તમે અસલી કચ્છી દાબેલીનો ટેસ્ટ માણી શકો છો. 

સ્વાદપ્રેમીઓ માટે અંકલેશ્વર GIDCનો ગોલ્ડન પોઇન્ટ ઘણો જાણીતો છે.

આ વિસ્તારમાં પ્રકાશ મકાણી કચ્છી દાબેલીનો વ્યવસાય કરી રહ્યા છે. 

તેમની દુકાનનું નામ જીજ્ઞા કચ્છી દાબેલી છે.

અહીં કચ્છી દાબેલીનો સ્વાદ અન્ય સ્થળની દાબેલીના સ્વાદ કરતાં યુનિક છે. 

દાબેલીના યુનિક ટેસ્ટ પાછળ બટાકાનો માવો, સીંગદાણા, સેવ અને ઉમેરવામાં આવતો મસાલો જવાબદાર છે.

એક વાર જે અહીંથી દાબેલી ચાખે છે, તે આ કચ્છી દાબેલીનો ચાહક બની જાય છે.

પ્રકાશ મકાણીએ દાબેલીના ઇતિહાસ વિશે જણાવ્યું હતું કે, દાબેલીનો જન્મ કચ્છના માંડવી ખાતે થયો હતો.

પહેલી વાર દાબેલી મોહનભાઈ બાવાજીએ બનાવી હતી. 

ત્યારથી કચ્છમાં દાબેલી પ્રખ્યાત બની અને ઘરે-ઘરે તેમજ વિદેશમાં પણ પહોંચી.

ગોલ્ડન પોઇન્ટના ઓરેન્જ હાઇટ્સ સ્થિત સવારે 10 કલાકથી રાત્રીના 9.30 કલાક સુધી કચ્છી દાબેલી મળે છે.

કચ્છી દાબેલીનો સ્વાદ માણવા માટે ભરૂચ, અંકલેશ્વર શહેર, કાપોદ્રા, ભડકોદ્રા, સારંગપુર, કોસમડી તેમજ વાલિયા તાલુકા સહિત દૂર દૂરથી સ્વાદ પ્રેમી લોકો આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો