ધોધમાર વરસાદમાં આ તીખી તમતમતી વાનગી માટે થાય છે પડાપડી!

સ્વાદ રસિકો ચોમાસાના સમયમાં વધુ તીખું ખાવાનું પસંદ કરતા હોય છે. 

એક બાજુ ધોધમાર વરસાદ વરસતો હોય છે અને બીજી બાજુ સ્વાદ રસિકો પોતે તીખો સ્વાદ ખાવા માટે તલપાપડ થતા હોય છે.

ત્યારે જુનાગઢના માળીયાહાટીનામાં એક વ્યક્તિ વાનગી બનાવે છે, જેનું નામ વડી સંભાર છે.

આ વડી સંભાર ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેમાં તીખા મરી-મસાલા સહિતની વસ્તુઓ ઉમેરવામાં આવે છે.

તેથી તીખી તમતમતી બનતી આ વાનગી ખાવા માટે લોકોની ભીડ અહીં ઉમટે છે.

આ વાનગીની ખાસિયત એ છે કે, તેને ધોધમાર વરસાદમાં જ બનાવવામાં આવે છે. 

દુકાન ચલાવતા હસ્ટીનભાઈએ જણાવ્યું કે, મારા દાદાએ આ દુકાનની સ્થાપના કરી હતી.

આજે તેમના પિતા અને તેઓ આ દુકાન સંભાળે છે. 

તેઓ પેઢીઓથી અહીં ગાંઠીયા બનાવવાનો વ્યવસાય કરે છે. 

પરંતુ, જ્યારે ધોધમાર વરસાદ હોય, ત્યારે વડી સંભાર ખાવા દૂર-દૂરથી લોકો આવે છે. 

તેઓ ફક્ત વરસાદમાં જ વડી સંભાર બનાવે છે.

ચણાના લોટમાંતી બનતી આ તીખી તમતમતી વાનગીની કિંમત એક ડીશની 40 રુપિયા છે.

ઘણાં લોકો અહીંથી આ વાનગી પાર્સલ કરાવીને ઘરે પણ લઈ જાય છે. 

અમુક યુવાનો ગૃપમાં આ વાનગીની મજા માણવા માટે આવે છે. 

સાંજના સમયે તો ધોધમાર વરસાદ હોય તો અહીં લાંબુ વેઇટિંગ પણ હોય છે.

જ્યારે ધોધમાર વરસાદ શરૂ હોય છે, ત્યારે આ વાનગી ખાવાની મજા માણે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો