1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 3 નિયમ

નવા મહિનાની સાથે કેટલાક નિયમોમાં ફેરફાર આવતાં હોય છે.

આ ફેરફારોની સીધી અથવા પરોક્ષ અસર તમામ દેશવાસીઓના ખિસ્સા પર પડતી હોય છે. 

ઓગસ્ટ મહિનો આમ પણ તહેવારોનો મહિનો ગણવામાં આવે છે. 

રક્ષાબંધન, મહોરમ અને અન્ય અનેક તહેવારોને કારણે અલગ અલગ રાજ્યોમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. 

ઓગસ્ટ મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ ફરેફાર થઈ શકે છે. 

આ કંપનીઓ દરેક મહિનાની 1 તારીખ અને 16 તારીખે કિંમતોનો રિવ્યુ કરે છે અને તેમાં જરુરી ફેરફાર કરે છે. 

ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે 3 દિવસનો સમય હાથમાં છે. . 31 જુલાઈ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. 

જો તમે આ તારીખ સુધીમાં ITR ફાઈલ નથી કરતાં તો ટેક્સ સાથે દંડ પેટે તમારે 5000 સુધીની રકમ ભરવી પડે શકે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.