આને કહેવાય ફૂટેલી કિસ્મત!

પહેલાંના સમયમાં જ્યારે બેન્કનું અસ્તિત્વ નહતું, ત્યારે ઘરના ગુપ્ત સ્થળે પોતાનો સામાન છુપાવતા હતાં.

ઘણીવાર સંજોગોવસાત આ સામાન બિનવારસી થઈ જાય છે. 

આવો બિનવારસી ખજાનો કોઈ વ્યક્તિના હાથમાં આવતા તેની કિસ્મત પલટાઈ જાય છે.

આવો જ એક ખજાનો 150 વર્ષ જૂના ઘરમાંથી મધ્યપ્રદેશથી નવસારી કામ કરવા આવેલા મજૂરોને મળી આવ્યો હતો.

બીલીમોરાના બજાર સ્ટ્રીટ બંદર રોડ ઉપર આવેલી મસ્જિદ પાસે શબ્બીરભાઈ બલિયાવાલાનું વર્ષો જૂનું જર્જરિત મકાન આવેલું છે.

આ મકાન તોડવા માટે મધ્યપ્રદેશના અમુક મજૂરો કાર્યરત હતા. 

આ ઘરને તોડતી વખતે મજૂરોને 1922ના અંગ્રેજોના સમયના ઐતિહાસિક સોનાના સિક્કા હાથે લાગ્યા હતા.

આ અગ્રેજોના સમયના સોનાઓના સિક્કાઓની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે.

સોનાના સિક્કા મળ્યા અંગેની વાત મજૂરોએ કોઈને પણ જણાવી નહીં અને અંદરોઅંદર વહેંચી લીધા હતા.

મકાન ઉતારી તેઓ મધ્યપ્રદેશ ખાતે પોતાના ગામ જતા રહ્યા હતા અને ત્યાં એક નવું પ્રકરણ સર્જાયું.

એક મજૂરના સોનાના સિક્કા ચોરાઇ જતા તે અલીરાજપુરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો હતો.

અહીં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા આ બીલીમોરાના આ સ્થળની તપાસ પણ કરવામાં આવી હતી. 

આ ઘરના વારસોનો પત્તો મેળવી ઘરના સદસ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. 

આ સમગ્ર ઘટનાની તજવીજ મધ્યપ્રદેશથી આવેલ પોલીસ ઇન્સ્પેકટર મોહન ડાવર અને તેમની ટીમ કરી રહી છે.

તેઓ બીલીમોરાની તપાસ સંપૂર્ણ થયાં બાદ મધ્યપ્રદેશ રવાના થયા હતા.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો