આ લાઈબ્રેરી દિવ્યાંગો માટે છે આશીર્વાદ

વલસાડમાં વિદ્યામૃ વર્ષિણી પાઠશાળા આવેલી છે. 

આ પાઠશાળાની સ્થાપના 113 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. 

ખાસ વાત એ છે કે, અહીં દિવ્યાંગ વ્યક્તિઓ પણ સરળતાથી તેમના જ્ઞાનમાં વધારો કરી શકે છે.

સ્વ. નારાયણભાઈ જોશી દ્વારા આ પાઠશાળાની સ્થાપના કરવામાં આવી હતી.

તે સમયે સંસ્કૃત, યોગ અને કર્મકાંડ શીખવાડવાના તેમજ જ્યોતિષ શીખવાડવાના વર્ગો ચલાવવામાં આવતા હતાં.

તેની સાથે જ ભારતીય સંસ્કૃતિના દરેક વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને અન્ય દરેક ગ્રંથો અહીં ઉપસ્થિત છે. 

લોકો આ ગ્રંથો વાંચે અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તે ઉદ્દેશ્યથી પાઠશાળાની સ્થાપના કરવામાં આવી હતી.

હવે આ પબ્લિક લાઈબ્રેરી તરીકે ઓળખાય છે. 

113 વર્ષ જૂની આ લાઈબ્રેરીમાં દિવ્યાંગો માચે ઉપયોગી એવા સંસાધનોથી સજ્જ છે.

સરળતાથી વાંચી લખી શકે તેવી વ્યક્તિ કોઈપણ સ્થળે કોઈપણ પુસ્તક વાંચીને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે.

કોઈપણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ પણ સરળતાથી તેમના જ્ઞાનમાં વધારો કરી શકે તે માટે શ્રી વિદ્યામૂર્ત વર્ષણી પાઠશાળા દ્વારા દિવ્યાંગ કોર્નર શરૂ કરવામાં આવ્યું હતું. 

જ્યાં જે વ્યક્તિઓને ઓછું દેખાય છે અથવા જોવામાં તકલીફ છે તેવા વ્યક્તિઓ અક્ષરોને લાર્જ ફોર્મેટમાં એટલે કે મોટા અક્ષર જોઈને વાંચી શકે તેવા સંસાધનો ઉપલબ્ધ કરાવાયા છે.

જે લોકો સંપૂર્ણપણે જોઈ શકતા નથી તેવા દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે ઓડિયો બુકની પણ સુવિધા છે.

અહીં 300 થી વધુ ઓડિયો બુક ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

આ દિવ્યાંગ કોર્નર શરૂ કરાવવા પાછળ શ્રી રાજારામ મોહન રાય ગ્રંથાલય દ્વારા સહાયતા આપવામાં આવી હતી. 

આ લાઇબ્રેરીમાં આટલી સરસ સુવિધા હોવા છતાં લોકોમાં તેના વિશે જાગૃતિ ઓછી હોવાથી અત્યાર સુધીમાં માત્ર 20 વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ લઇ ચુક્યો છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો