સુરતીઓ મસમોંઘા ટામેટાના ભજીયા ખાવા પણ લગાડે છે લાઇનો

હાલ, ટામેટાંના ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યા છે. 

બજારની સાથે જાણે હોટલ અને રેસ્ટોરન્ટમાંથી પણ ટામેટા ગાયબ થઈ રહ્યા છે. 

સુરત શહેરનથી 20 કિલોમીટરના અંતરે આવેલા ડુમસ બીચ પર ટામેટાના ભજીયા પ્રખ્યાત છે. 

પરંતુ, હાલ અહીં પણ તેના ભાવ વધારી દેવામાં આવ્યા છે. 

ટામેટાના ભજીયાનો પ્રતિકિલો ભાવ અત્યારે 500 રુપિયા પહોંચી ગયો છે. 

મહત્વનું છે કે હાલ બજારમાં ઉત્તમ ક્વોલિટીના ટામેટાનો ભાવ 200ની નજીક બોલાઈ રહ્યો છે.

ત્યારે ટામેટાના ભજીયાનમા શોખીનોએ ટેસ્ટ માટે ખિસ્સું ગરમ રાખવું પડે છે. 

સુરતમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને અહીં ડુમ્મસ પર લોકો તેની મજા માણવા આવે છે.

ત્યારે ભજીયાનો ટેસ્ટ માણવો કઈ રીતે ચુકી શકાય? 

હાલ બજારમાં ટામેટાના ભાવ આસમાને હોવાના કારણે આ ભજિયાનો પ્રતિકિલોનો ભાવ 500 રૂપિયા પોહચી ગયો છે.

જોકે સ્વાદ રસીયા સુરતીઓ પર તેની કોઈ અસર જોવા મળી રહી નથી. 

ભાવ વધવા છતાં ટામેટાના ભજિયાના રસિયાઓની ભીડ જોવા મળે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો