ચોમાસામાં ફંગલ ઈન્ફેક્શનથી કેવી રીતે બચવું?

ચોમાસામાં ઉધરસ અને તાવની સાથે-સાથે અનેક બીમારીઓ પણ જોવા મળી રહી છે.

ચોમાસામાં વાયરલની સાથે આંખોના રોગ તેમજ ફંગલ ઈન્ફેક્શનથી પણ પરેશાન થાય છે. 

તેથી વરસાદની ઋતુમાં ફંગલ ઈન્ફેક્શનથી બચવા અમુક પ્રકારની સાવચેતી રાખવી જરુરી છે. 

ચોમાસા દરમિયાન તમારા પગને ફંગલ ઈન્ફેક્શનથી બચાવવા માટે બહાર જતાં પહેલા તમારા પગ પર એન્ટીફંગલ પાવડર લગાવો. 

રાત્રે એન્ટીફંગલ લોશન લગાવવાનું રાખો. 

આવું કરવાથી વરસાદની ઋતુમાં પગમાંથી આવતી દુર્ગંધ તો દૂર થશે પરંતુ, ફંગલ ઈન્ફેક્શથી પણ બચાવશે. 

લીમડાનું તેલ ચોમાસામાં ફંગલ ઈન્ફેક્શનને ઘટાડવા માટે અસરકારક છે. 

દૂધીનું પેસ્ટ બનાવીને લગાવવું ખૂબ જ અસરકારક સાબિત થશે.

મ્હેંદીના પાંદડામાં પણ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે તેથી તેની પણ પેસ્ટ બનાવીને લગાવી શકો છો. 

પગમાં મ્હેંદીની પેસ્ટ લગાવીને જ્યાં સુધી તે સુકાય નહીં ત્યાં સુધી રહેવા દો. તે સુકાતા જ તેને પાણીથી ધોઈ લો.

આ સાથે હળદર અને ટી ટ્રી ઓઈલમાં પણ એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ફંગલ ઈન્ફેક્શનથી બચાવે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો