અમદાવાદની કંપનીનો IPO, 4 ઓગસ્ટે થશે ઓપન

બાયોટેકનોલોજી ફર્મ કોનકોર્ડ બાયોટેકનો આઈપીઓ આ સપ્તામાં 4 ઓગસ્ટના રોજ ઓપન થવાનો છે.

કોનકોર્ડ બાયોટેકનો આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ હશે. 

તેનો અર્થ છે કે, આઈપીઓમાં કંપની કોઈ નવા શેર બહાર નહીં પાડે, પરંતુ કંપનીના પ્રમોટર અને વર્તમાન શેરધારકો તેમની હિસ્સેદારી વેચશે. 

જાણકારી પ્રમાણે, OFS હેઠળ 2.09 કરોડ ઈક્વિટી શેરોને વેચાણ માટે રાખવામાં આવશે.

જાણકારી અનુસાર, કોનકોર્ડ બાયોટેક, અમદાવાર હેટક્વાટર ધરાવતી એક ફાર્મા કંપની છે. 

આ કંપનીમાં ક્વાડ્રિયા કેપિટલ ઉપરાંત દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની કંપની રેર એન્ટરપ્રાઈઝનું પણ રોકાણ છે. 

 આઈપીઓ માટે 8 ઓગસ્ટ સુધી બિડ લગાની શકાશે.

કંપનીએ તેના IPOનો 50 ટકા હિસ્સો QIB રોકાણકારો, 15 ટકા હિસ્સો NII, 35 ટકા જેટલો હિસ્સો રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રાખ્યો છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.