આ ખેતી કરવા સરકાર આપે છે લાખો રુપિયા!

ડ્રેગન ફ્રુટ જે સામાન્ય રીતે વિદેશી ફ્રૂટ તરીકે જાણીતું બન્યું હતું. 

આજથી 6થી 7 વર્ષ પહેલા ડ્રેગન ફ્રુટે વિયતનામ, થાઈલેન્ડ જેવા દેશોથી આયાત કરવામાં આવતું હતું.

પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી બાગાયત વિભાગ દ્વારા ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. 

ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ખાસ પ્રકારની ગ્રાન્ટ બાગાયત વીભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.

આ ગ્રાન્ટનો લાભ લઈને સુરત શહેરની આજુબાજુના વિસ્તારમાં 15 જેટલા ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે.

બાગાયત વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.

સુરતના નાયબ બાગાયત નિયામક દિનેશ પડાલીયા જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને ખેડૂતો ઓછા ખર્ચે, ઓછા વિસ્તારમાં સારી એવી કમાણી કરી શકે છે.

બજારમાં ડ્રેગન ફ્રૂટની માંગમાં વધારો થવાના કારણે આ ફળની ખેતીથી ખેડૂતો સારો એવો નફો મેળવી શકે છે.

આ ફ્રૂટના ખેતીની જાણકારી અને તાલીમ ખેડૂતોને મળતા સુરત જિલ્લામાં 15 જેટલા ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા થયા હોવાથી આ ફ્રૂટની આયાત કરવાની જરૂર પડતી નથી.

સુરત જિલ્લાના 15 જેટલા ખેડૂતએ એક એકરથી લઈ દોઢ એકર સુધીની જગ્યામાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર શરૂ કર્યું હતું.

વિભાગ દ્વારા પ્રતિ હેક્ટર 6 લાખ રૂપિયાનો ખર્ચ ગણીને 3 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. 

જેમાં પહેલા વર્ષે અઢી લાખ રૂપિયા પોલનો ખર્ચ ગણીને આપવામાં આવે છે અને બીજા વર્ષે 50 હજાર રૂપિયા રિંગ ચઢાવવાનો ખર્ચ આપવામાં આવે છે.

સામાન્ય રીતે આ પાક જૂન મહિનાથી શરૂ થઈ નવેમ્બર-ડિસેમ્બર સુધી કરવામાં આવે છે.

આ વર્ષે આ ફ્રૂટની બજાર કિંમત 150 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધી રહી છે. 

પરંતુ આ વર્ષે ડ્રેગન ફ્રૂટનો પાક વહેલો અને સારા પ્રમાણમાં આવ્યો હતો. જેને લઇ ખેડૂતોની કમાણી પણ સારી થઈ છે.

ડ્રેગન ફ્રૂટની ખેતીની આ સહાય 10 એકર સુધીની ગ્રાન્ટનો લાભ ખેડૂત લઈ શકે છે. 

ખેડૂતોમાં ધીરે ધીરે આ ફ્રૂટની ખેતીમાં જાણકારી વધતા આ ફ્રૂટની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

પહેલા ડ્રેગન ફ્રૂટનું પ્લાન્ટેશન ખૂબ જ ખર્ચાળ અને લાંબા સમયનું હતું.

જેથી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂતો આવા પાકનું વાવેતર કરી શકતા ન હતા.

પરંતુ આવા ખેડૂતો પણ સારા પાકનું વાવેતર કરી શકે એ માટે સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે આ યોજના બહાર પાડવામાં આવી હતી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો