ભોળેનાથને કેમ ચડાવાય છે બિલીપત્ર? ચોંકાવનારું છે કારણ

શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે.

પૂજા દરમિયાન શિવલિંગ પર બિલીપત્ર ચડાવવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણમાં જ શિવજીને કેમ બિલીપત્ર ચડાવવામાં આવે છે?

ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેમની પૂજામાં બિલીપત્ર ન ચડાવવાથી પૂજા અધૂરી માનવામાં આવે છે.

બિલીપત્રના ત્રણ પાન પરસ્પર જોડાયેલા હોય છે, તેથી તે પવિત્ર માનવામાં આવે છે.

આ ત્રણ પાનને ત્રિદેવ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ત્રણ પાન મહાદેવના ત્રિશૂળનું પ્રતિનિધિત્વ કરે છે.

માન્યતા છે કે, બિલીપત્ર શિવલિંગ પર ચડાવવાથી ભોળેનાથને શાંતિ મળે છે..

માન્યતા છે કે,  બિલીપત્ર ભગવાન શિવની ત્રણ આંખોનું પ્રતિનિધિત્વ કરે છે.

સાથે જ તે ભગવાન શિવના અસ્ત્ર ત્રિશૂળનું પણ પ્રતિનિધિત્વ કરે છે.

બિલીપત્ર ઠંડક પ્રદાન કરે છે, તેથી શ્રાવણમાં બિલીપત્રથી પૂજા કરનાર ભક્તોને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે.

બિલીના વૃક્ષની નીચે શિવલિંગની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

 બિલીપત્ર ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે.

બિલીપત્ર ચડાવવાની સાથે દીવો પ્રગટાવવાથઈ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

બિલીના વૃક્ષ નીચે ગરીબોને ભોજન કરાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી