ખેડૂતની મહેનત રંગ લાવી

45 દિવસમાં 4 કરોડ કમાયા

48 વર્ષના ખેડૂત મુરલીએ ટામેટાની ખેતી કરીને બહુ મોટી કમાણી કરી છે.

આંધ્રપ્રદેશના ચિતૂરના મુરલીએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવું થશે.

ટામેટાથી ખેડૂતને એવી તો કમાણી થઈ કે તેમનું તમામ દેવું ચૂકતે થઈ ગયું.

ખેડૂત મુરલી 8 વર્ષથી વારસામાં મળેલી જમીન પર ટામેટાની ખેતી કરે છે.

ટામેટાની માગમાં વધારો થતા તેમને 45 દિવસમાં 4 કરોડની આવક થઈ છે.

અગાઉ વીજળી સહિતની બાબતે થયેલા નુકસાનના લીધે દેવું વધી ગયું હતું. 

તમામ દેવું ચૂકતે કરીને મુરલીએ હવે વધુ જમીન ખરીદવાનો પ્લાન બનાવ્યો છે.

મુરલીનો દીકરો એન્જિનિયરિંગ જ્યારે દીકરી મેડિકલનો અભ્યાસ કરે છે. 

જેઓ ખેતીમાં વિશ્વાસ રાખે છે અને તેનું સન્માન કરે છે તે ક્યારેય હારતા નથીઃ મુરલીની અન્ય ખેડૂતોને સલાહ

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો