મુંડા પડ્યા તો મગફળી ગઈ, બચાવવા અપનાવો આ રીત

અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની અંદર મોટી સંખ્યામાં વર્ષે મગફળીનું વાવેતર કરાયું છે. 

મગફળીના વાવેતરની અંદર સારું અને વધુ ઉત્પાદન મળે તે માટે સંકલિત નિયંત્રણના પગલાં ખૂબ જ જરૂરી છે.

અમરેલી જિલ્લાના અનેક વિસ્તારની અંદર આગતર એટલે કે ચોમાસા પહેલા પણ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.

હાલ આ ખેડૂતોએ વાવેલા મગફળીના પાકમાં ડોડવા બેસી રહ્યા છે. 

તો સાથોસાથ મગફળીમાં મુંડાના રોગે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

ચોમાસુ મગફળીમાં મુંડાની ઓળખ અને તેનું સંકલિત નિયંત્રણ કરવું એ ખૂબ જ જરૂરી છે.

જો મુંડા પર નિયંત્રણ ત્રણ ન કરવામાં આવે તો 60 થી 70 ટકા ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.

મુંડાના નિયંત્રણ માટે ખેડ કરતી વખતે ઊંડી ખેડ કરવી જેથી જમીન ઉપર અને અંદર રહેલા પુખ્ત કીટકો તેમજ અન્ય કીટકો બહાર આવી જાય.

જેનો સૂર્યપ્રકાશ અથવા પક્ષીઓ દ્વારા તેનો નાશ થાય છે.

તો સાથે જ એરંડીનો ખોળ હેક્ટરે 500 કિલો મુજબ વાવણી પહેલા ચાસમાં આપવાથી મગફળીના પાકમાં મુંડા ડોડવાને નુકસાન પહોંચાડતા નથી.

મગફળીના ઉભા પાકની અંદર જીવાતોનો ઉપદ્રવ જોવા મળે તો એન્ટોમો પેથોજેનિક નેમેટોડ નામની દવા એક હેક્ટર દીઠ એક કિલોગ્રામ પ્રમાણે જમીનમાં ભેજ હોય ત્યારે આપવાથી પરિણામ સારું મળે છે. 

ઇપીએનને એક પંપમાં 50 ગ્રામ પ્રમાણે ડ્રેન્ચિંગ રૂપે પણ આપી શકાય છે.

ઉભા પાકમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ફ્લોરપાયરીફોસ હેક્ટરે ચાર લિટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂં નિયંત્રણ મળે છે. 

જો પિયતની સગવડ ન હોય તો પંપ દ્વારા નોઝલ કાઢી 10 લીટર પાણીમાં 50 મિલી દવા પ્રવાહીમાં મિશ્રણ કરો.

અને મગફળીના મૂળ પાસે પડે તે રીતે જમીનની અંદર પંપ દ્વારા આપવું જરૂરી છે.

મગફળીના ઉભા પાકમાં ઘાલીયા કીટકો પાન ખાઈને નુકસાન કરતા હોય છે. 

તેથી તેના નિયંત્રણ માટે પણ ફ્લોરપાયરીફોસ દવાનો 10 લીટર પાણીમાં 20 મિનિટ દવાનો છટકાવ કરવાથી સારૂં પરિણામ મળે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો