તમે પણ આ નવી જાતના કેળાની ખેતી કરી બનો લખપતિ

ખેતીએ કર્યા માલામાલ!

ભરુચના ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગામના ખેડૂત અરવિંભાઈ માછી કેળાની ખેતી સાથે સંકળાયેલા છે. 

ધરતી પુત્ર અરવિંદભાઈ માછીને ખેતી વારસામાં મળી છે. 

તેઓ 25 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. 

તેમણે નાગપુર ખાતે સુભાષ પાલેકરની શિબિરમાં G-9 કેળાની ખેતી વિશે માહિતી મેળવી.

ત્યારબાદ તેઓ G-9 કેળાની ખેતી કરી રહ્યા છે. 

નાના વાસણા ગામનાં ખેડૂત અરવિંદભાઈ પોતાના ખેતરમાં કપાસ શેરડી અને કેળાની ખેતી કરે છે. 

પહેલાં તેઓ રાસાયણિક રીતે કેળાની ખેતી કરતા હતા.

પરંતુ, લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ખેડૂત છેલ્લા 3 વર્ષથી કેળાની ઓર્ગેનિક ખેતી કરતા થયા છે.

કેળનું ટીસ્યુ મેળવી ખેડૂતે પોતાની 5 એકર જમીનમાં કેળાની G-9 જાતનું વાવેતર કર્યું છે. 

આ વધુ ઉત્પાદન આપતા કેળાની જાતનું વાવેતર કરવાનો વિચાર સુભાષ પાલેકરની શિબિરથી આવ્યો હતો. 

તેમણે એકર દીઠ 700 કેળાના રોપાનું વાવેતર કર્યું છે. 

તેઓ ગૌમુત્રમાંથી જીવામૃત બનાવીને ડ્રિપ ઇરીગેશન દ્વારા પાકને સુરક્ષિત કરે છે. 

આ ઓર્ગેનિક ખાતરમાં ગાયનો પેશાબ, લીમડાના પાન, કરંજના પાન, ગોળ, આશો સહિતનો વપરાશ કરે છે.

અરવિંદભાઈ માછી બજારમાંથી નજીવા ભાવે રોપો લાવે છે. એક છોડ ઉપરથી 20 થી 25 કિલોની લૂમ થાય છે. 

30 મહિનામાં ખેડૂત 3 વાર પાક મેળવી રહ્યા છે. સારી માવજત અને અથાક મહેનતને કારણે સારો પાક ઉતરે છે.

અન્ય પાકો કરતાં કેળામાં વધુ નફો મળતો હોવાનું ખેડૂતે જણાવ્યું છે.

ખેડૂત અરવિંદભાઈ માછીને હોલસેલમાં એક કિલોનો 14 રૂપિયા જેવો ભાવ મળે છે. 

G-9 જાતના કેળા અન્ય રાજ્યોમાં એકસપોર્ટ થતા હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. 

આ કેળા મુંબઈ, રાજસ્થાન અને અન્ય રાજ્યમાં પણ જાય છે, અન્ય રાજ્યોમાં આ કેળાનું 25-30 રૂપિયાના કિલોના ભાવે વેચાણ કરવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો