અમદાવાદમાં મળે છે ટેસડો પડી જાય એવા ફરાળી ફરસાણ

અમદાવાદીઓ અવનવી વસ્તુઓ ખાવાના શોખીન છે. 

શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન અમદાવાદના રહેવાસીઓ વિવિધ ફરાળી વાનગીનો આનંદ માણે છે. 

અમદાવાદના શાહપુર ખાતે ફરાળી વાનગીનું શ્રી જય જલારામ ફરસાણ હાઉસ આવેલું છે.

અહીં ખૂબ જ વાજબી ભાવે વિવિધ ફરાળી વાનગીઓ મળી રહે છે. 

શ્રી જય જલારામ ફરસાણ હાઉસ 1960થી ફરસાણની વિવિધ આઈટમ માટે જાણીતું છે.

કનુભાઈ નાગર હાલ આ ફરસાણ હાઉસનું સંચાલન કરે છે. 

તેમના દાદા પૂનમચંદ નાગર દ્વારા 1960માં આ વ્યવસાય શરુ કર્યો હતો. 

તેમના દાદા મૂળ રાજસ્થાનથી અહીં સ્થાયી થયા હતા. 

1990થી અહીં ફરાળી વાનગી બનાવવાની પણ શરૂઆત કરવામાં આવી હતી.

ફરસાણ હાઉસ ફરાળી વાનગીઓના સ્પેશિયાલિસ્ટ છે. 

તેમની ફરાળી વાનગીઓમાં ફરાળી ઢોકળાં, ફરાળી પાતરા, ફરાળી ચેવડો, સાબુદાણાની ખીચડી અને કેટલીક જૂની ફરાળી વાનગીઓ પીરસવામાં આવે છે.

જે ફરાળી ઢોકળાની વિવિધ વેરાઇટી અહીં જોવા મળે છે, તે અમદાવાદના અન્ય કોઈ ફરસાણ હાઉસમાં ઉપલ્બ્ધ નથી.

શ્રાવણ માસ દરમિયાન સવારના 6 વાગ્યાથી જલારામ ફરસાણ હાઉસ ખાતે ફરાળી વાનગીઓનું વેચાણ શરૂ કરવામાં આવે છે. 

અહીંનો ફરાળી ચેવડો, મસાલેદાર ચેવડો, સ્વીટ ચેવડો, લીલો ચેવડો ખૂબ વખણાય છે.

ઉપવાસ માટેની દરેક વસ્તુઓ અહીં ફરાળી લોટનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો