પોરબંદરના ઘરેણાં સમાન છે આ ઐતિહાસિક ધરોહર

પોરબંદરના રાજવીઓએ નિર્માણ કરેલી બિલ્ડીંગો પોરબંદરનું ઘરેણું છે.

સુદામા મંદિર નજીક પોરબંદરના રાજવી સરતાનજીએ વર્ષ 1757થી 1813 સુધી રાજવી પોરબંદરમાં રહ્યા હતાં.

તેઓ વ્રજભાષામાં કવિતા લખતા હતા. 

તેમણે સંગીત સભા માટે ખાસ ખંડ બનાવ્યો હતો, જ્યાં બેસીને તેઓ કવિતા લખતા હતાં.

આજે રાજા સરતાનજીનો ચોરા તરીકે જાણીતું આ ઐતિહાસિક સ્થળ પુરાતત્વ વિભાગ હસ્તક છે.

આ ચોરાની વાત કરીએ તો તેમા શિતળતા માટે પાણી ભરવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમેજ આ સ્થળની આસપાસ સંગીતના વિવિધ વાજીત્રો સાથે પ્રતિમા જોવા મળે છે.

સંગીત સભા ખંડની અંદર પુષ્પાવલીની કોતરણી સાથે લાકડાની છત બનાવવામાં આવી હતી.

આજે પણ આ ધરોહર યથાવત સ્થિતિમાં જોવા મળી રહી છે.

પોરબંદરના રાજા સરતાનજી કલા પ્રેમી હતા તેઓ પોતે પણ એક સારા કવિ હતા. 

કલાકારોને પ્રોત્સાહન આપવા માટે તેમને સંગીત સભા ખંડ બનાવ્યો હતો.

કહેવાય છે કે સંગીતના સાધકો અહીં સંગીતની સાધના કરતા હતા. 

આજે રાજા સરતાનજીના ચોરા તરીકે આ સ્થળ જાણીતું બન્યું છે.

પોરબંદરના રાજા સરતાનજી એ બનાવેલા સંગીત સભા ખંડ આજે પણ અડીખમ છે.

હાલ તે પુરાતત્વ વિભાગ હસ્તક છે તેમની યોગ્ય જાળવણી થાય અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગણી પણ પોરબંદરવાસીઓની છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો