ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધી જાય છે

ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ફીવરના કેસ પણ વધવા લાગે છે

જો તમે બીમાર નથી પડવા માંગતા તો આ ઉપાય અજમાવો

મચ્છરોને ઘરથી દૂર ભગાડવા માટે ઓડોમોસ પ્લાન્ટનો ઉપયોગ કરી શકો છો

આ છોડને સિટ્રોનેલા તરીકે પણ ઓળખવામાં આવે છે

આ છોડના પાંદડામાંથી ઓડોમસની સ્મેલ આવે છે

આ છોડના પાંદડાને તમારા શરીર પર ઘસવાથી મચ્છરો દૂર ભાગશે

ફુદીનાનો છોડ મચ્છરોને દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે

મચ્છરોથી છુટકારો મેળવવા માટે તમે લવંડરનો છોડ પણ લગાવી શકો છો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી