અનાથ દીકરીએ બનાવેલી આ વસ્તુઓથી તમારા ઘરને કરો સુશોભિત

બનાસકાંઠા જિલ્લામાં રહેતા 29 વર્ષના ભારતીબેને પિતાની છત્રછાયા ગુમાવી છે.

હાલ, તે માતા અને ત્રમ ભાઈઓ સાથે રહી પરિવારનું ગુજરાન ચલાવે છે.

પરિવારનું ગુજરાન ચલાવવા તેઓ પોતાની કળાથી ઘરને સુશોભિત કરવાની વસ્તુઓ બનાવે છે. 

ભારતીબેન લગભગ 250 પ્રકારના હોમ ડેકોર વસ્તુઓ ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ કરે છે. 

2 વર્ષ પહેલાં પિતાના આકસ્મિક મૃત્યુથી પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો હતો. 

આવક માટે કોઈપણ પ્રકારી સહુલન ન હોવાના કારણે ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી.

પરિવારનું ગુજરાન ચલાવવા તેઓ ઘરને સુશોભિત કરવાની વસ્તુઓ બનાવવાની શરુઆત કરી.

શરુઆતમાં તેઓ આસપાસના વિસ્તારમાં વેચાણ કરીને આવક મેળવતા હતાં.

ત્યારબાદ તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ચીજ વસ્તુઓ વેચવાની શરુઆત કરી હતી. 

તેમણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. 

ગત બે મહિનામાં તેઓએ 20 હજારના ખર્ચ સામે 40થી 45 હજારની આવક મેળવી છે. 

ભારતીબેન અત્યાર સુધી 300થી વધુ છોકરીઓને ઘરની સુશોભિત ચીજ વસ્તુઓ બનાવવાની નિ:શુલ્ક તાલીમ આપી ચુક્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો