ના હોય! સુરતની આ કંપની પ્લાસ્ટિકની બોટલના બનાવે છે કપડાં

આજના સમયમાં મોટાભાગના લોકો પાણી પીવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે. 

આ પાણીની બોટલ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી હોવાથી પર્યાવરણ માટે ઘણી નુકસાનકારક છે. 

આ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાન ન કરે અને રિસાયકલિંગ કરવાનો રસ્તો મળી ગયો છે. 

સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલને રિસાઈકલિંગ કરી યાન બનાવવામાં આવે છે.

આ યાર્નમાંથી વિવિધ જાતના વસ્ત્રો પણ બનાવવામાં આવે છે. 

 આ પ્લાસ્ટિક બોટલની રિસાઈકલિંગની પહેલ પર્યાવરણને ખૂબ જ ઉપયોગી રહેશે.

સુરત ભારતમાં બીજા નંબરનું સૌથી વધુ ઇકો ફ્રેન્ડલી યાર્ન બનાવતું શહેર બન્યું છે.

પ્લાસ્ટિકના બોટલમાંથી બનાવવામાં આવતા યાર્નની માંગ સતત વધતી રહે છે.

સુરતની ત્રણ કંપનીઓ આ પ્રકારનું યાર્ન  બનાવે છે. જે દર વર્ષે 600 કરોડથી વધુ બોટલને ક્રશ કરીને 1,56,000 ટન ફાઇબર બનાવે છે.

આ યાર્ન બનાવવા માટે પ્લાસ્ટિકની બોટલને ભેગી કરી તેને સારી રીતે ધોવામાં આવે છે.

ત્યારબાદ તેમાંથી ફ્લેક્સ બનાવવામાં આવે છે. આ ફ્લેક્સમાંથી યાર્ન બને છે. 

ફ્લેક્સમાંથી યાર્ન બનાવવાની સમગ્ર પ્રોસેસ દરમિયાન પાણીનો ઉપયોગ થતો નથી. 

જેથી પાણી બચાવવાનું કામ પણ આ યાર્નની બનાવટમાં થાય છે.

સુરતના બનતા આ પ્રકારના યાર્નની વિદેશોમાં પણ ઘણી ડિમાન્ડ રહે છે. 

આ કંપની સુરતમાં પ્લાસ્ટિક બોટલમાંથી મહિનામાં પાંચ હાજરથી લઇ છ હાજર ટન ફાઇબરનું પ્રોડક્શન કરે છે.

બજારમાં મળતા રિસાયક્લિંગ કાપડના ટેગ જ્યારે આપવામાં આવે છે. ત્યારે આ પ્રકારના વેસ્ટેજનો ઉપયોગ કરીને કાપડ બનાવવામાં આવે છે.

આ બોટલમાંથી તૈયાર કરેલ યાર્નમાંથી પોલિયેસ્ટરનું કાપડ બનાવવામાં આવે છે. 

આ સિવાય તેમાંથી હોમ ફર્નિશિંગનું કાપડ ઓટોમોબાઇલ બાઈક, કારના કવરના વપરાશ માટે પણ આ કાપડ લોકોને પસંદ બન્યું છે. 

આ કાપડ ટકાઉ હોવાથી લાંબા સમયના ઉપયોગ માટે ઘણું ફાયદાકારક રહે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો