નોકરી સાથે દંપતીએ કર્યુ નવું સાહસ, શરુ કર્યો પાણીપુરીનો ધંધો 

હાલના સમયમાં લોકો નોકરીની સાથે સાથે પાર ટાઈમ ધંધો કરી આવક મેળવી રહ્યા છે. 

તે જ રીતે મહેસાણામાં રહેતા એક કપલે પાણીપુરીનો ધંધો શરૂ કર્યો છે.

અર્ચીબેન અને તેમના પતિ મહેસાણાનાં રાધનપુર રોડ પર બંસલ મોલની સામે પતિ પત્ની મળીને પાણીપુરીનો ધંધો કરી રહ્યા છે.

અર્ચીબેને જણાવ્યું હતું કે, તેમના પતિ ITC કંપનીમાં કામ કરે છે. 

પતિના સપોર્ટથી તેઓ એક્સ્ટ્રા ઈનકમ મેળવતા થયા છે.

હાલ તેઓ પાણીપુરીમાં સેવપુરી, દહી પુરી અને ચટણી પૂરી સહિત અલગ અલગ સ્વાદિષ્ટ પાણીપુરી વેચી સારી આવક મેળવી રહ્યા છે.

મહેસાણા બંસલ મોલની સામે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી સ્ટોલ લગાવે છે.

સ્ટોલ શરૂ કરે તે પહેલાથી જ ગ્રાહકો આવી જાય છે. 

રોજ તેઓની સેવપુરી, પાણીપુરી, ચટણીપુરી અને દહીપુરી ખાવા લોકોની ભારે ભીડ જામે છે.

તમામ ડીશના ભાવ માત્ર 20 રૂપિયા છે.

હાલ પતિ પત્ની આ સ્ટોલ થકી સારી એવી સાઈડ ઈનકમ મેળવી રહ્યા છે. 

ભવિષ્યમાં આ વ્યવસાયને વિકસાવવાનો વિચાર પણ તેઓએ રજૂ કર્યો હતો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો