આ વેપારી ગાયોની લે-વેચ કરીને કરે છે લાખોની કમાણી

આણંદ જિલ્લાના નાપા ગામના વતની કનુભાઈ પારેખ પશુ લે-વેચનો ધંધો કરે છે. 

કનુભાઈ પંજાબના લુધિયાણા, હરિયાણા સહિતના રાજ્યોમાં એચ.એફ જરસી ગાય અને સાઈવાલ જાતની ગાયો લાવીને લે-વેચ કરે છે.

આ વ્યવસાય થકી તેઓ મહિને 50 હજાર જેટલી કમાણી કરે છે.

આણંદ જિલ્લાના નાપા ગામે રહેતા કનુભાઈ પારેખ વર્ષ 2003માં પરંપરાગત ચાલતા નાઈનો ધંધો કરતાં હતાં.

2003માં તેઓ પંજાબથી જરસી ગાય લાવી વેચાણ કરતાં હતા. 

તેમના પિતાજી 40 વર્ષથી પશુ લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલા હતાં.

બાદમાં કનુભાઈ અને તેમના ભાઈ છેલ્લા 25 વર્ષથી ગાયોનો વ્યવસાય કરે છે. 

હાલ તેઓએ બેડવા ગામે જગ્યા ભાડે રાખી શિવમ ડેરી ફાર્મમાં ઉચ્ચ ગુણવત્તા વાળી સારી જાતની પહેલા અને બીજા વેતરની ગાયો પંજાબ, હરિયાણા જેવા શહેર માંથી લાવી તેનું વેચાણ કરે છે.

એચ.એફ બ્રિડની ગાયો 10થી 15 લીટર જેટલું દૂધ આપે છે, જેના કારણે લોકો તેમની પાસે ગાય ખરીદવાનો આગ્રહ રાખે છે. 

કનુભાઈ અને વિનુભાઈ દર મહિને 50 જેટલી ગાયોનું વેચાણ કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો