50 રૂપિયા બચાવો અને 6 લાખ મેળવો

ભારતીય જીવન વીમા નિગમ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો માટે વિવિધ યોજનાઓ સાથે આવે છે.

LIC ની આધારશીલા પોલિસી ઓછી આવક ધરાવતા લોકો માટે રોકાણ માટે વધુ સારો વિકલ્પ છે.

જો કે, આ યોજના માત્ર મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે.

આ યોજનામાં પાકતી મુદત પર નિશ્ચિત ચૂકવણી  અને પોલિસીની મુદત દરમિયાન પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં પરિવારને નાણાકીય સહાય આપવામાં આવે છે.

આમાં, રોકાણ માટે લઘુત્તમ વય 8 વર્ષ અને મહત્તમ વય 55 વર્ષ છે. પોલિસીમાં 3 વર્ષ પછી લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

પોલિસીની મુદ્દત 10થી 20 વર્ષની હોય છે. આ યોજના હેઠળ વીમાની રકમ રૂ. 2 લાખથી મહત્તમ રૂ. 5 લાખ સુધીની છે.

21 વર્ષની ઉંમરે, જો 20 વર્ષ માટે જીવન આધાર શિલા યોજના લેવામાં આવે તો પ્રીમિયમ તરીકે વાર્ષિક રૂ. 18,976 જમા કરાવવા પડશે.

આ રીતે 20 વર્ષના પછી લગભગ 3 લાખ 80 હજાર રૂપિયા જમા થશે અને મેચ્યોરિટી પર 6 લાખ 62 હજાર રૂપિયા મળશે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.